Science & Technology

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી શુભાંશુ શુક્લા કરશે આ 7 પ્રયોગ, જાણો વિગતવાર

By GS TEAM
25 Jun 20254 mins read
TukuTouch Logo
ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અંતરિક્ષયાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચ્યા બાદ તે સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બની જશે અને રાકેશ શર્માના 1984ના મિશન બાદ અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બની જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી શુભાંશુ શુક્લા કરશે આ 7 પ્રયોગ, જાણો વિગતવાર

Shubhanshu Shukla Axiom-4 Mission: ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અંતરિક્ષયાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચ્યા બાદ તે સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બની જશે અને રાકેશ શર્માના 1984ના મિશન બાદ અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બની જશે.

અંતરિક્ષયાન ગુરુવારે સાંજે 04:30 વાગ્યે ISS પર પહોંચવાની આશા

શુભાંશુ શુક્લા નાસા અને ઈસરોના સંયુક્ત મિશન Axiom-4માં એક પાઈલટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સમગ્ર મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વ્હિટસન કરી રહ્યા છે. આ ઉપરાંત હંગેરીના અંતરિક્ષ યાત્રી ટિબોર કપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નિવસ્કી પણ આ મિશનમાં સામેલ છે. Axiom-4 બુધવારે ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39Aથી રવાના થયું હતું. 28 કલાકની મુસાફરી બાદ આ અંતરિક્ષયાન ગુરુવારે સાંજે 04:30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચવાની આશા છે. 

નોંધનીય છે કે, જો આ મિશન સફળતાપૂર્વક પાર પડશે તો ઈતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકશે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી શુભાંશુ શુક્લા આ 7 પ્રયોગ કરશે.

1. 6 પ્રકારના પાકના બીજનું પરીક્ષણ

શુભાંશુ 6 પ્રકારના પાકને ISS પર પોતાની સાથે લઈ ગયા છે. તેમની 14 દિવસની યાત્રા દરમિયાન, તેઓ સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં આ બીજના વિકાસની સંશોધન કરશે. આ પ્રયોગનો હેતુ ભવિષ્યમાં અંતરિક્ષમાં ખેતી માટે વિકલ્પો શોધવાનો રહેશે.

2. શેવાળના ઉપયોગ પર પ્રયોગ

શુભાંશુ તેમના મિશન માટે સૂક્ષ્મ શેવાળ  (Microalgae)ના ત્રણ પ્રકાર લઈ ગયા છે. તેઓ તેનો ઉપયોગ ખોરાક, બળતણ અને ઓછા ગુરુત્વાકર્ષણ વચ્ચે લાંબા ગાળાના અંતરિક્ષ મિશન દરમિયાન જીવન બચાવવા માટે એક વિકલ્પ તરીકે કરશે.

3. મુશ્કેલ પરિસ્થિતિઓમાં અવશેષોની સલામતી પર પ્રયોગ

Axiom-4 મિશનમાં, શુભાંશુ ટાર્ડિગ્રેડ્સ પર સંશોધન કરશે. ટાર્ડિગ્રેડ્સએ એક પ્રકારનો નાનો જીવ છે, જે ભારે પરિસ્થિતિઓમાં પણ પોતાને સામાન્ય રાખી શકે છે. આ સંશોધન દ્વારા, અંતરિક્ષના ખતરનાક વાતાવરણમાં કયા બેક્ટેરિયા સુરક્ષિત રહી શકે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

4. સ્નાયુઓ નબળા પડવા પર સંશોધન

એક સંશોધન એવું પણ કરવામાં આવશે કે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં માનવીના સ્નાયુ કેવી રીતે નબળા પડે છે તો તેનો સામનો કેવી રીતે કરી શકાય? સામાન્ય રીતે, અંતરિક્ષયાત્રીઓ લાંબા ગાળાના મિશન દરમિયાન સ્નાયુ નબળા પડવાની ફરિયાદ કરતા હોય છે. આથી આ અંગે પણ એક સંશોધન કરવામાં આવશે. 

5. આંખો પર અસર

Axiom-4 મિશન દરમિયાન, આંખો પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અસર પર પણ એક અભ્યાસ કરવામાં આવશે. આ સંશોધનમાં, અંતરિક્ષમાં અંતરિક્ષયાત્રીઓની આંખોની કીકીઓની ગતિ કેટલી હદ સુધી પ્રભાવિત થાય છે તે જાણવામાં આવશે. ઉપરાંત, આનાથી વ્યક્તિનો તણાવ અને સતર્કતા કેટલી પ્રભાવિત થાય છે, તે અંગે પણ સંશોધન કરવામાં આવશે. 

આ પણ વાંચો: Axiom-4 Mission: ભારતીય શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષ ઉડાન, ISS પર જનારા પહેલા ભારતીય બનશે

6. વિવિધ પાકોની પોષણ ગુણવત્તા

મિશન દરમિયાન, કેટલાક બીજ અંકુરિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ તેમાં પોષક તત્વોની ગુણવતા અંગે પણ સંશોધન કરવામાં આવશે. જેથી પૃથ્વી પર ઉગાડવામાં આવતા પાક અને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ઉગાડવામાં આવતા પાકના પોષણમાં તફાવત સમજી શકાય. આ પ્રયોગ ભવિષ્યમાં અંતરિક્ષયાત્રીઓનો બોજ ઘટાડશે, કારણ કે જો અંતરિક્ષમાં પાક સમાન અથવા વધુ પૌષ્ટિક હશે, તો ત્યાં તેમને ઉગાડવાના પ્રયાસો કરવામાં આવશે.

7. યુરિયા અને નાઈટ્રેટમાં સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ

શુભાંશુ શુક્લાના આ સૌથી મુશ્કેલ પ્રયોગોમાંનો એક હશે. કારણકે અંતરિક્ષમાં ખોરાક, પાણી અને ઓક્સિજનની ઉપલબ્ધતા એક મોટી સમસ્યા રહી છે. ખાસ કરીને લાંબા ગાળાના મિશન માટે. એવામાં  યુરિયા અને નાઈટ્રેટમાં સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ કરીને, વૈજ્ઞાનિકો એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું અંતરિક્ષના શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ખોરાક અને ઓક્સિજન એકસાથે ઉત્પન્ન કરી શકાય છે? એ નોંધનીય છે કે ખોરાક બનાવવા માટે યુરિયા અને નાઈટ્રેટ બંને મહત્ત્વપૂર્ણ છે.

Axiom મિશનમાં શુભાંશુ શુક્લાની ભૂમિકા શું રહેશે?

શુભાંશુ શુક્લાને આ મિશનમાં પાયલટ તરીકે ISS મોકલવામાં આવી રહ્યા છે એટલે કે શુભાંશુ ડ્રેગન કેપ્સ્યુલનું માર્ગદર્શન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેના દ્વારા Axiom-4 મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવશે. અહીં, અંતરિક્ષયાનને ISS પર ડોક કરીને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી શુભાંશુના ખભા પર રહેશે. 

આ ઉપરાંત, જો આ કેપ્સ્યુલને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો શુભાંશુ પાસે અંતરિક્ષયાનને નિયંત્રિત કરવાની અને કટોકટીના નિર્ણયો લેવાની જવાબદારી રહેશે. એવું કહી શકાય કે શુભાંશુ આ મિશનમાં સેકન્ડ-ઇન-કમાન્ડની ભૂમિકામાં રહેશે. પેગી વ્હિટસન પછી, તેઓ Axiom-4 ના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હશે.

આ ઉપરાંત, જો આ કેપ્સ્યુલને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો શુભાંશુ પાસે અંતરિક્ષયાનને નિયંત્રિત કરવાની અને કટોકટીના નિર્ણયો લેવાની જવાબદારી રહેશે. એવું કહી શકાય કે શુભાંશુ આ મિશનમાં સેકન્ડ-ઇન-કમાન્ડની ભૂમિકામાં રહેશે. પેગી વ્હિટસન પછી, તેઓ Axiom-4 ના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હશે.