Get The App

બરવાળાની ખુલ્લી ગટરમાં પડી જવાથી યુવાનનું મોત

Updated: Sep 12th, 2024

GS TEAM

Google News
Google News
બરવાળાની ખુલ્લી ગટરમાં પડી જવાથી યુવાનનું મોત 1 - image

- પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

- ધનવાડા ગામનો યુવાન ભિક્ષા વૃદ્ધિ માટે બરવાળા આવ્યો હતો

બરવાળા : બરવાળા શહેરના ખોડીયાર મંદિર પાસે ગુરુદ્વારા સામેના વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે આવેલો યુવાન ખાબક્યો હતો. ગટરના પાણીમાં ગરકાવ થઈ જતા યુવાનનું મોત થયું હતું આ ઘટનાની સાથે જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાવળા તાલુકાના ધનવાડા ગામે રહેતા સુરેશભાઈ હમીરભાઇ સોલંકી ભિક્ષા વૃદ્ધિનું કામ કરે છે અને છેલ્લા ત્રણ દિવસથી બરવાળા ગામે ભિક્ષા વૃતિ કરવા માટે આવ્યા હતા.દરમિયાનમાં યુવાન ભિક્ષાવૃત્તિ કરી રહ્યા હતા તેવામાં બરવાળા શહેરના ખોડીયાર મંદિર પાસે ગુરુદ્વારા ની સામે આવેલા ખુલ્લી ગટરમાં ગરકાવ ગયા હતા. ગટરના પાણીમાં ગરકાવની સાથે જ યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ની સાથે જ બરવાળા ટાઉન પોલીસ સહિત સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગટરમાંથી યુવાનનું મૃત દેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જોકે બરવાળા નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારી ના કારણે યુવાન નો ભોગ લેવાયો હતો.