રાજકોટ, તા. 9 ઓગષ્ટ 2020, રવિવાર
સમગ્ર એશિયામાં એક માત્ર સોૈરાષ્ટ્રમાં સિંહોનો વસવાટ છે ત્યારે આવતીકાલે તા. ૧૦ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર સહિત સોૈરાષ્ટ્રમાં સિંહપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. કોરોનાને કારણે આ વખતે કોઈ સેમિનાર કે કાર્યક્રમો નથી પરંતુ સોશ્યલ મિડીયાનાં પ્લેટ ફોર્મ પર વિચારો વ્યકત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે સમગ્ર એશિયામાં ગીરમાં જ સાવજનો મુકામ છે છતાં સિંહ દિવસની ઉજવણીની શરુઆત ફલોરિડાનાં એક કપલે શરુ કરી હતી.
ડેરેક અને બેવેરલી જોબર્ટનું નામ દુનિયાનાં વાઈલ્ડ લાઈફનાં ક્ષેત્રમાં જાણીતું છે. આ પતિ - પત્નીએ આફ્રિકાનાં જંગલોમાં ફરીને સિંહ સહિતનાં પ્રાણીઓ વિશે ખુબ અભ્યાસ કર્યા બાદ બિલાડી કૂળની આ જાતીને બચાવવા એક મૂહિમ છેડી છે. સિંહોને બચાવવા હોય તો લોકોને સાથે જોડવા પડશ તેમ માનીને સોૈ પહેલા તા. ૧૦ ઓગસ્ટ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યાર બાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ ર૦૧૩ થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે. ગયા વર્ષે સોૈરાષ્ટ્રનાં પાંચ જિલ્લાનાં શાળાનાં બાળકો સહિત ૧૧ લાખ લોકોને જોડવામાં આવ્યા હતા.
એક સમયે ભારતમાં હરિયાણા, રાજસ્થાન , ઝારખંડ સહિત અનેક રાજયોમાં સિંહોનો વસવાટ હતો . દક્ષિણ ગુજરાત સહિતનાં એરીયામાં પણ સિંહો જોવા મળતા હતા પરંતુ ધીરે ધીરે સિંહો ગીર પુરતા સિમિત થઈ ગયા હતા. એક સમયે ગીરમાં માત્ર ર૦ જ સિંહો બચ્યા હતા ત્યારે નવાબે સિંહોનાં શિકાર પર પ્રતિબંધ મુકયો હતો. બાદમાં ગીરમાં ધીરે ધીરે સિંહોની સંખ્યા સતત વધતી રહી છે. સિંહો એ સોૈરાષ્ટ્ર - ગુજરાતની શાન છે. હાલ સોૈરાષ્ટ્રનાં પાંચ જિલ્લામાં સિંહોનો વસવાટ છે અને છેલ્લે ર૦ર૦ માં અવલોકન કરવામાં આવ્યુ તે મુજબ ૬૭૪ સિંહોની વસતી જોવા મળી છે પરંતુ સિંહોનાં સંવર્ધન માટે સરકારી તંત્ર સાવધ નહી બને તો ગીરમાંથી પણ આ સિંહોની પ્રજાતી લુપ્ત થઈ જશે તેવી ભીતી સિંહપ્રેમીઓ વ્યકત કરી રહયા છે.
|
વર્ષ |
સિંહોની સંખ્યા |
|
૧૯૯૦ |
ર૮૪ |
|
૧૯૯પ |
૩૦૪ |
|
ર૦૦૧ |
૩ર૭ |
|
ર૦૦પ |
૩પ૯ |
|
ર૦૧૦ |
૪૧૧ |
|
ર૦૧પ |
પર૩ |
|
ર૦ર૦ |
૬૭૪ |


