FOLLOW US

સિટી બસમાંથી મહિલાના 1.24 લાખની મત્તા સાથેના પાકીટની ચોરી

Updated: Mar 17th, 2023


રાજકોટ નજીકના રતનપરથી બેડી વચ્ચે 

ગોંડલના ગુંદાસરા ગામની મહિલાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી 

રાજકોટ: રાજકોટમાં દોડતી સીટી બસમાંથી ગઠીયા મહિલા મુસાફરના રૂા.૧.ર૪ લાખની મત્તા સાથેનું પર્સ ચોરી કરી ગયાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા શોભનાબા ઘનશ્યામસિંહ સોલંકી (ઉ.વ.૪પ) ગઈ તા.૧૬ ના રોજ ફઈબા ગીતાબા (રહે. રતનપર) ના પુત્રની સગાઈ હોવાથી પહેરામણી માટે ગયા હતા. સાંજે રતનપરના પાટીયા પાસેથી રાજકોટ તરફ આવતી સીટી બસમાં બેઠા હતા. બસ પેસેન્જરથી ફુલ હોવાથી પાછળની સાઈડ ઉભા રહી મુસાફરી કરી હતી. આ વખતે બાજુની સીટ ઉપર મોઢા ઉપર દુપટ્ટો બાંધેલી બે મહિલાઓ બેઠી હતી. પાછળ પણ બે મહિલાઓ લગોલગ ઉભી હતી. 

બાકીના મોટાભાગના પેસેન્જર સ્ટુડન્ટ હતા. બેડી માર્કેટીંગ યાર્ડ આવતા શોધનાબાને ખબર પડી હતી કે પાકીટની ચોરી થઈ છે. જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂા.૯૦ હજાર હતાં. ભાભી ગીતાબાને વાત કરતા બસ ઉભી રખાવી હતી. આ દરમ્યાન ઘણા મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા. કોણે પાકીટ તફડાવ્યું તેની જાણ નહી થતા આખરે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

Gujarat
News
News
News
Magazines