'નિપાત' શબ્દનો સમાનાર્થી જણાવો એટર્ની જનરલની નિમણૂંક કોણ કરે?
- બિનસચિવાલય વર્ગ-3ની પરીક્ષામાં જનરલ નોલેજના પ્રશ્નોમાં ઉમેદવારો મૂંઝાયા
- 'બાર ભૈયાને તેર ચોકા' કહેવતનો અર્થ શું? 'થેપાડુ' શબ્દનો અર્થ દર્શાવો? મોરબીનું મણી મંદિર બંધાવનાર રાજવીનું નામ આપો
રાજકોટ, તા.17 નવેમ્બર 2019, રવિવાર
ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયધીશનું નામ શું છે? ક્યા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે બે વખત રહેવાનું સૌભાગ્ય સાંપડયું છે, સ્ટેટ ઓફ બોમ્બેનું અસ્તિત્વ ક્યા વર્ષમાં આવ્યું? આ પ્રકારના પ્રશ્નો આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલયની વર્ગ-૩ની પરીક્ષા દરમિયાન પુછવામાં આવતા અનેક ઉમેદવારો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જનરલ નોલેજના પ્રશ્નો ઉપરાંત ગણીત, અંગ્રેજી અને બંધારણના સવાલોનાં જવાબ વિકલ્પમાં દર્શાવ્યા હોવા છતાં અનેક ઉમેદવારોને બે કલાકા સમયગાળા દરમિયાન જવાબો શોધવાનું મુશ્કેલ બની રહ્યું હતું.
સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો માટે આજનું પરીક્ષા પેપર પ્રમાણમાં અઘરૂ જોવા મળ્યું હતું. અઘરા સવાલોની વિગતોના સંદર્ભમાં ઉમેદવારોએ જણાવ્યું હતું કે વર્ગ-૩ની પરીક્ષામાં સામાન્ય જ્ઞાાનના સહેલા સવાલોને બદલે વર્ગ-૧ના અધિકારીઓની પરીક્ષામાં પુછવામાં આવે તેવા કેટલાક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. કહેવતનો અર્થ દર્શાવવા માટે આપેલા વિકલ્પમાં લોકજીભે પ્રચલિત હોય તેવી કહેવતને બદલે 'બાર ભૈયા ને તેર ચોકા' કહેવતનો અર્થ પુછવામાં આવ્યો હતો. 'થેપાડુ' શબ્દનો અર્થ શબ્દ સમજુતીના પ્રશ્ન તરીકે પુછવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સીપાલ એડવાઈઝર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે? 'નિપાત' શબ્દનો સમાનાર્થી શોધી કાઢવાનો સવાલ પુછવામાં આવ્યો હતો. ભારતના બંધારણના ક્યા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે? બંધારણમાં અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું ૭૦ વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના ક્યા આર્ટીકલમાં કરવામાં આવ્યો છે? પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ ક્યા ક્રિકેટના મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે? 'ગુંજોલ દોરાનો ધાબળો' માટે સાચો શબ્દ સમુહ જણાવો, રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ ક્યા આર્ટીકલ નીચે કરવામાં આવે છે? મોગલ રાજવી મહંમદ વાળા ત્રીજાએ પરણોની જાળવણી માટે ક્યા ઉદ્યાન બનાવ્યું હતું? મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણીબાઈની યાદગીરીમાં મણીમંદિર બનાવ્યંવ છે તે રાજવીનું નામ જણાવો? કીસાન ક્રેડીટ કાર્ડ યોજના ક્યા વર્ષથી અમલમાં આવી છે? ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષનું નામ જણાવો, ભારતનું બંધારમ ક્યા દિવસે મંજૂર કરવામાં આવ્યું? કેન્દ્ર જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે? કેન્દ્ર સરકારમાં પબ્લીક એકાઉન્ટસ કમીટીના ચેરમેનની નિમણુંક કોના દ્વારા થાય છે? આ પ્રકારના સવાલોની સાથે ગુજરાતી ભાષા, વિજ્ઞાાન, કોમ્પ્યુટર, ગણિત અને બંધારણ વિષયક અનેક સવાલો ઉમેદવારોને મુંઝવતા રહ્યા હતા.