રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાને સાત વર્ષની કેદ
રાજકોટ, તા. 2 માર્ચ 2019, શનિવાર
રાજ્યભરમાં મંત્ર-તંત્રના નામે તથા અંધશ્રદ્ધાથી થતી પ્રવૃત્તિઓ પર ધસી જઈને પર્દાફાસ કરવાના નામે કાર્યરત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાને આજે રાજકોટની કોર્ટે એક વર્ષો જૂના ઉચાપતના કેસમાં સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.
પ્રાપ્ય માહિતી અનુસાર ઇસ 1992માં જયંત પંડયા વિરુદ્ધ શિષ્યવૃત્તિના નાણાની ઉચાપત અંગે કલમ 406, 420, 409 વગેરે હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટમાં ચાલી જતા પુરાવા ધ્યાને લઇ જયંત પંડ્યાને સજા ફટકારી છે. આ કેસમાં તેમને અપીલનો સમય અપાયો છે.