For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્દ્રીય મંત્રીની પદયાત્રામાં 10 હજાર ઓનલાઇન રજિસ્ટ્રેશન થયાનો દાવો

- આજથી પદયાત્રાનો પ્રારંભ, સાત દિવસ સુધી યાત્રાનુ આયોજન

Updated: Jan 15th, 2019

Article Content Image

ભાવનગર, તા. 15 જાન્યુઆરી 2019, મંગળવાર  

ગાંધીજીની ૧પ૦ની જન્મજયંતીની ઉજવણીના ભાગરૃપે ભાવનગર જિલ્લામાં કેન્દ્રીય મંત્રી દ્વારા ૧પ૦ કિલોમીટરની પદયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રાનો આવતીકાલ બુધવારથી પ્રારંભ થશે. ભાવનગર જિલ્લામાં તા. ૧૬ થી રર જાન્યુઆરી દરમિયાન ગાંધીમૂલ્યોના માર્ગે પદયાત્રાનુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રાનો પ્રારંભ મણાર ગામેથી આવતીકાલ બુધવારે સવારે ૯ કલાકે થશે. આ યાત્રા ત્રાપજ, બેલા, દિહોર, માયધાર, અનીડા, શેત્રુંજી ડેમ, ભાદાવાવ, પાલિતાણા, ઘેટી, દુધાળા, રાણપરડા, વાળુકડ, લોકભારતી સણોસરા વગેરે ગામમાં ફરશે. ૧પ૦ કિલોમીટરની પદયાત્રામાં ૧૦ હજાર યુવાનોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવ્યુ હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી દ્વારા આજે પત્રકાર પરીષદમાં કરવામાં આવ્યો હતો.

આ પદયાત્રા દરમિયાન ૮ બુનીયાદી શાળા આવશે. આ ઉપરાંત યાત્રા દરમિયાન કતપુતળી, ભવાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમ, શેરી નાટક, રાત્રી ડાયરા સહિતના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. ગાંધીજીના ૧૧ મહાવ્રત પર ૧૧ સભા યોજાશે. આ પદયાત્રામાં કલાકારો, રાજકીય અગ્રણી સહિતના બહોળી સંખ્યામાં જોડાશે તેમ જાણવા મળેલ છે.

કેન્દ્રીય મંત્રીની પદયાત્રાને પ્રસ્થાન કરાવશે શિક્ષણ મંત્રી
- 'જાત મહેનત' પર વક્તવ્ય આપશે રૂપાલા

તા.૧૬ થી ૨૨ ગાંધીમુલ્યો અને બુનિયાદી શિક્ષણના ઉપલક્ષમાં કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા દ્વારા પદયાત્રા યોજાઇ છે.  બુધવારે સવારે આ પદયાત્રાને રાજ્ય શિક્ષણ મંત્રી મણાર ખાતેથી પ્રસ્થાન કરાવશે. પાંચ દિવસમાં આ પદયાત્રા ૩૫ ગામોમાં ફરવાની છે.

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મંત્રી માંડવિયા દ્વારા પ્રેરિત ગાંધી મુલ્યોના માર્ગે પદયાત્રાનું ગ્રામ દક્ષિણામૂર્તિ-મણાર ખાતેથી રાજ્યના શિક્ષણ મંત્રી ચુડાસમાનાં હસ્તે બુધવારે ૯ કલાકે પ્રસ્થાન કરવામાં આવશે. આ દિવસ દરમિયાન પદયાત્રા મણાર સંસ્થા, અલંગ, મણાર ગામ, કઠવા, ત્રાપજ, ઉમરલા, બેલા સુધી ચાલશે તથા બેલા ખાતે રાત્રી રોકાણ કરશે.

ત્રાપજ ખાતે બપોરે પ્રથમ મહાવ્રત સભાનું આયોજન થશે. જેમાં શિક્ષણવીદ ભદ્રાયુભાઇ વચ્છારાણી 'મહાવ્રત-સત્ય' ઉપર સંબોધન કરશે. તથા બીજી 'મહાવ્રત સભા' બેલા ગામે યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા મહાવ્રત 'જાત મહેનત' પર પોતાનું વક્તવ્ય આપશે. આ સાથે બેલા ગામે રાત્રીનાં ડાયરો યોજાશે.
Gujarat