Get The App

જામજોધપુર યાર્ડના દ્વારેથી થયેલી 20 લાખની લૂંટમાં બે લૂંટારૂ ઝડપાયા

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
જામજોધપુર યાર્ડના દ્વારેથી થયેલી 20 લાખની લૂંટમાં બે લૂંટારૂ ઝડપાયા 1 - image


સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વકની તપાસના અંતે

અન્યની શોધખોળ, કેટલીક રકમ કબજે કરવાની બાકી

જામનગર: જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસે ત્રણ દિવસ પહેલાં થયેલી રૂપિયા ૨૦ લાખની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં જામનગરની  સ્થાનિક ગુન્હા શોધક શાખાને મહત્વની સફળતા સાંપડી છે. અને બે લૂંટારૂઓને ઝડપી લઇ કેટલીક રોકડ રકમ કબજે કરી લીધી છે.આ  જ્યારે અન્ય શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજની મદદથી તપાસના આધારે લૂંટારુઓને પકડવામાં સફળતા મળી છે.

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેઢી ચલાવતા ભૌતિકભાઈ પ્રવીણભાઈ રામોલિયા કે જેઓ ગત ૧૪ મી તારીખે બપોરે એચડીએફસી બેન્ક માં થી રૂપિયા ૨૦ લાખની રોકડ રકમ લઈને એક થેલામાં ભરી માર્કેટિંગ યાર્ડ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે લૂંટારુઓ તેમના બાઇકની ટાંકી પર રાખવામાં આવેલો થેલો ચીલ ઝડપ કરીને હવામાં ઓગળી ગયા હતા.

એલસીબીની ટુકડીએ આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે દિવસ રાત ઉજાગરા કર્યા હતા. જેમની સાથે જામજોધપુર ની પોલીસ ટુકડી પણ જોડાઈ હતી.આખરે લૂંટારુઓને ઝડપી લેવામાં સફળતા સાંપડી છે અન્ય જિલ્લા સુધી તપાસનો દોર લંબાવી સીસીટીવી કેમેરાઓની મદદ લઈને આખરે બે લૂંટારુઓને ઝડપી લીધા છે. આ બન્ને શખ્સો સુરતના હોવાનું ખુલ્યું છે. અને કેટલીક રોકડ રકમ કબજે કરી લીધી છે.

 આ ઉપરાંત આ લૂંટની ઘટનામાં પ્લાન ઘડવા માટે અન્ય આરોપીની પણ સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને તે જામજોધપુરનો હોવાનું સુત્રો જણાવ્યું હતું.તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઇ છે.અને કેટલીક રકમ પણ કબજે કરવાની બાકી હોવાથી પોલીસ ટુકડી દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


Tags :