ભાવનગર: જુગાર રમવાની ના પાડતા બે શખસે યુવાનનું ઢીમ ઢાળી દીધું
ભાવનગર, તા. 31 ઓક્ટોબર 2019, ગુરૂવાર
દિવાળીના તહેવાર નિમિત્તે એક તરફ આકાશ માં અતિષબાજી થઈ રહી હતી ત્યારે બીજી તરફ વરતેજ નજીકના નવાગામની ફેકટરી પાસે સખશોએ કરપીણ હત્યા કરી નાખતા ભારે ચકચાર છ જવા પામી હતી સિક્યુરિટી માં ફરજ બજાવતા યુવાનની જુગાર રમવાની ના પાડવાની બાબતે બે શખ્સોએ ઉશ્કેરાઈ યુવાનનું ઢીમ ઢાળી દેતા પોલીસ કાફલો દોડી ગયો હતો દરમિયાન હત્યાની કલમ તળે ગુનો દાખલ વરતેજ પોલીસ ગણતરીની કલાકોમાં બંને હત્યારા શખ્સની ધરપકડ કરી લીઘી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ઝારખંડ રાજ્યના વતની અને હાલ વરતેજ નજીક આવેલ નવાગામ ની એમવી સ્ટીલ કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા ઈશ્વરચંદ્ર ફુલચંદ ભારતી દિવાળીની રાત્રે પોતાની ફેક્ટરીમાં ફરજ પર હતા તે વેળાએ રાત્રિના અરસા દરમિયાન ફેક્ટરીની પાછળના ભાગે શખ્સો જુગાર રમતા હતા તેઓને ત્યાં જુગાર રમવાની ના પાડતા જુગાર રમતા શખ્સો પૈકીના બે મનોજ ભારતી અને આશિષ ભારતીએ ઈશ્વરચદ સાથે બોલાચાલી કરી ઉશ્કેરાય તેના કબ્જામાં રહેલ પાઇપના જીવલેણ ઘા માથાના ભાગે મારી યુવાનનું મોત નીપજાવી બંને નાસી છૂટયા હતા દિવાળીની રાત્રે જ રક્તરંજિત ઘટના બનતાં ભારે અરેરાટી મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાં પી.એસ.આઇ. ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબજો મેળવી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઉક્ત બનાવ અનુસંધાને નવાગામ કંપનીમાં નોકરી કરતા મૂળ ઝારખંડના વતની શામકુમાર દાસુર ભારતી એ વરતેજ પોલીસ મથકમાં મનોજ ભારતી અને આશિષ ભારતી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વરતેજ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં યુવાનની હત્યા કરનારા મનોજ ભારતી મુનિભારતી અને આશિષ ભારતી ઉપેન્દ્ર ભારતીની ધરપકડ કરી લઈ લોકઅપ હવાલે કરી દીધા હતા.