હથિયાર બનાવવાની માહિતી આપતી ત્રણ વિડીયો ક્લિપ મળી આવી
-હથિયારની ફેકટરીનાં સૂત્રધાર હિરેન પટેલનાં મોબાઈલમાંથી
-જયાંથી જોબવર્ક કરાવ્યું હતું તે બે કારખાનેદારોનાં નિવેદનો નોંધતી એસઓજી
રાજકોટ, તા. ૧૪ ઓગષ્ટ 2018, મંગળવાર
કોઠારીયા રોડ પરનાં કૃષ્ણનગર-૧માં આવેલા શક્તિ ઈન્ડસ્ટઈઝ નામનાં કારખાનામાંથી દેશી તમંચા બનાવવાની ફેકટરી ઝડપાયા ાદ તપાસમાં મુખ્ય સૂત્રધાર હર્ષદ અરજણભાઈ હોથીનાં મોબાીલમાંથી હથિયારો કઈ રીતે બનાવવા તેની ત્રણ વિડીયો ક્લિપ મળી આવી છે.
ગત રવિવારે એસઓજીએ આ હથિયારની ફેકટરી ઝડપી લઈ કારખાના માલીક હિરેન જયંતિ સરધારા, મુખ્ય સૂત્રધાર હિરેન હોથી, તમંચા બનાવવા માટે સુથારી કામ કરતાં અલ્પેશ કેશુભાઈ વસાણી અને લુહારી કામ કરતા મૂળ રાજસ્થાનનાં બાલુ શંકર સિસોદીયાની ધરપકડ કરી હતી. ફેકટરીમાંથી પોલીસે ૧૭ તમંચા અને તે બનાવવા માટેનાં ઓજારો કબ્જે કર્યા હતાં. ગઈકાલે ચારેય આરોપીઓનાં સાત દિવસનાં રિમાન્ડ એસઓજીએ મેળવ્યા હતાં.
તપાસમાં સૂત્રધાર હિરેને પોતાનાં મોબાીલમાં યુ-ટયુબ પરથી કઈ રીતે હથિયાર બનાવવા તે અંગેનાં ડાઉનલોડ કરેલા ત્રણ વિડીયોની ક્લિપ મળી આવી હતી. તે પોલીસને યુટયુબ પરથી કઈ રીતે હથિયાર બનાવ્યા તેની માહિતી મેળવ્યાનું રટણ કરી રહ્યો છે જે અંગે પોલીસ હા ખરાઈ કરી છે. તેને દેશી તમંચા બનાવવા માટે મુક્યત્વે લુહારી કામ કરતાં બાબુએ રીપોર્ટ કર્યો હતો તે આ હથિયાર બનાવવાનો થોડો ઘણો જાણકાર હોવાથી તેની મદદથી હથિયારો બનાવ્યા હતાં. આ માટે આરોપીઓએ જે બે કારખાનેદાર પાસેથી જોબ વર્ક કરાવ્યું હતું તેનાં એસઓજીએ આજે નિવેદનો લીધા હતાં.
પોલીસે જણાયું કે આરોપીઓએ અટીકામાં પ્રોફાઈલ નામનું કારખાનું ધરાવતાં સુધીર વાલજીભાઈમકવાણા (ઉ.વ.૩૩, રહે જાગૃતિ શ્રમજીવી સોસાયટી -૯, ભોમેશ્વર મંદિર પાછળ) પાસેથી તમંચાનાં ચિપીયાનું કટીંગ કરાયું હતું આ ઉપરાંત ગનશ્યામનગરમાં વિશ્વકર્મા એન્જિનિયરીંગ નામનું કારખાનું ધરતાં અમિત મનસુખભાઈ કડેચા (ઉ.વ.૩૮, રહે રંગીલાપાર્ક-૧ નહેરૃનગર) પાસેથી પટ્ટીનાં વળાંક અને ખાંચા કરાવ્યા હતાં.જયારે લોહાનગરમાં તમંચાની બેરલ કપાવી હતી. જો કે એનું હજુ નિવેદન લેવાયું નથી.
આ રીતે જુદા જુદા કારખાનાઓમાં જોબવર્ક કરાવી તમંચા બનાવ્યા હતાં. જો કે તે પણ બરાબર બન્યા ન હતા. બંને હાથની આંગળીઓ રાખી પ્રેશર કરાય તો જ ફાયરીંગ થાય તેવા તમંચા બન્યા હતાં. આરોપી હિરેન યુટયુબમાંથી હથિયાર બનાવ્યાની માહિતી મેળવ્યાનું કહી રહ્યો છે જો કે તેમાં માત્ર પિસ્તોલ અને રિવોલ્વર કઈ રીતે બનાવવી તેની જ માહિતી છે આ સ્થિતિમાં તમંચા કઈ રીતે બનાવતાં શીખ્યા તે અંગે હજુ પણ પોલીસ આરોપીઓની ધનિષ્ઠ પુછપરછ કરી રહી છે.