Get The App

નવાગઢમાં વેપારીના મકાનમાં રૂા.4.31 લાખની મત્તાની ચોરી

Updated: May 28th, 2024

GS TEAM

Google News
Google News
નવાગઢમાં વેપારીના મકાનમાં રૂા.4.31 લાખની મત્તાની ચોરી 1 - image


જાણભેદુ હોવાની શંકા સાથે સીસીટીવી કેમેરા ચેક કરવાનું ચાલુ

ધોળે દિવસે વેપારીના ઘરમાં પ્રવેશી તસ્કરો તિજોરીમાંથી ૧૧ તોલા સોનું-ચાંદી અને રોકડ દાગીના ઉઠાવી ગયા

જેતપુર: નવાગઢ ગામે વેપારીના ધોળા દિવસે મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોનાના દાગીના મળી ૪.૩૧ લાખની માલમત્તા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીમાં જાણભેદુ જ હોવાની શંકાએ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના નવાગઢમાં  પટેલ ચોકમાં રહેતા અને સાડી અને કોટનડ્રેસની દુકાન ધરાવતા વેપારી પરેશભાઈ બાબુભાઈ સાવલિયાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા. ૧૮-૫ના વેપારી  અને તેમના પત્ની જામ કંડોરણા વ્યવહારિક કામે ગયા હતા .અને ત્યાંથી પરત આવ્યા બાદ પત્નીએ સોનાના દાગીના કાઢી તિજોરીમાં મુકી દીધા હતાં. એ પછી તા. ૨૦-૫ એ વેપારીના પત્નીના બેનપણી દાગીનાની ડિઝાઈન જોવા ઘરે આવ્યા ત્યારે તિજોરીમાં તપાસ કરતા સોનાના દાગીના તિજોરીમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.વેપારીના મકાનમાંથી કોઈ જાણભેદુએ જ તિજોરી ખેોલી તેમા રહેલ સોનાની ચેઈન, સોનાના પાટલા, સોનાની કાનની સર, પેન્ડલ સાથેનો સોનાનો ચેઈન, ચાંદીનો કંદોરો સહિત જુદી જુદી ૧૧ ચીજવસ્તુઓ મળી કુલ ૪.૩૧.૮૯૭ના દાગીના ચોરાયા હતાં. આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ચોરીમાં કોઈ જાણભેદુનો જ હાથ હોવાની શંકા પરથી ગુનો નોંધી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વેપારીના મકાનમાંથી ૪.૨૮ લાખની કિંમતના ૧૧ તોલાના સોનાના દાગીના અને ૩૫૦ ગ્રામ ચાંદીના દાગીના ચોરાયા હતાં. આ બનાવની વિશેષ તપાસ પીએસઆઈ કે.એસ. ગળચર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Tags :