રાજકોટની 36 હોસ્પિટલોમાં જ ડેંગ્યુ ફેલાય તેવી બેદરકારી ખુલી
- મેલેરિયા વિભાગ દ્વારા કરાયેલા ચેકીંગમાં
- હોસ્પિટલો અને બાંધકામ સાઈટ્સ મચ્છર ઉત્પતિ કેન્દ્રો મનપાએ નોટિસ આપી ચાર્જ વસુલ્યો, કડક પગલા જરૂરી
રાજકોટ, તા. 17 જુલાઈ, 2020, શુક્રવાર
કોરોનાની જેમ ડેંગ્યુ પણ વાયરસથી ફેલાય છે અને તે વાયરસ ફેલાવે છે એડીસ ઈજીપ્ટી મચ્છરો અને એ મચ્છરો પેદા થાય છે બંધિયાર ચોખ્ખા પાણીમાં. આ વાત સર્વવિદિત છતાં રાજકોટની ૧૦૮ ખાનગી હોસ્પિટલોમાં મનપા દ્વારા ચેકીંગ કરાતા ૩૬ હોસ્પિટલોમાં અને ૧૯ બાંધકામ સાઈટ્સમાં મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી બેદરકારી ખુલી પડી હતી જેને નોટિસ આપીને ચાર્જ વસુલ કરાયાનું જણાવાયું છે.
મ્યુનિ.સૂત્રો અનુસાર (૧) રીંગરોડ પર પર્લ વુમન હોસ્પિટલ (૨) ગાયત્રીનગર મેઈનરોડ પર કુંદન (૩) મંગળારોડ પર ડો.વિવેક જોષી (૪) નવલનગર-૧માં શ્રેયસ (૫) મંગળા રોડ પર આવેલ દેવર્ષ (૬) જોઈન્ટ કેર (૭) મંગલમ હોસ્પિટલ (૮) કસ્તુરબા રોડ પર પ્લાઝા (૯) રણછોડનગર સોસાયટીમાં આનંદ (૧૦) ભગવતીપરા મે.રોડ પર યદુનંદન હોસ્પિટલ (૧૧) રણછોડનગરમાં બેબીકેર અને (૧૨) દેવસ્થ (૧૩) જગન્નાથ સોસાયટીમાં કલરવ અને (૧૪) શ્રધ્ધા (૧૫) ઓમનગરમાં મીટીર્ડઝ (૧૬) રૈયા ચોકડીએ રાધે અને (૧૭) મધરકેર હોસ્પિટલ (૧૮) રીંગરોડ પર માથુર (૧૯) મંગળા રોડ પર ધોળીયા ઓર્થોપેડિક (૨૦) સાધુ વાસવાણી રોડ પર આવેલ (૨૧)ક્રિષ્ણા ગાયનેક (૨૨) શાંતિ મલ્ટીસ્પેશિયાલીસ્ટ (૨૩) કિલ્લોલ ચાઈલ્ડ (૨૪) કૃષ્ણનગર મેઈનરોડ પર સોમનાથ અને (૨૫) સંકલ્પ (૨૬) જયંત કે.જી.મે.રોડ પર શિવાનંદ અને (૨૭) પારિતોષ (૨૮) ગાયત્રીનગર મે.રોડ પર કુંદન (૨૯) કુવાડવા રોડ પર ગોકુલ (૩૦) રણછોડનગર વિસ્તારમાં આશિર્વાદ (૩૧) રણછોડદાસજી બાપુ હોસ્પિ. (૩૨) આશિર્વાદ (૩૩) ડો.સ્વામી (૩૪) સરદાર પટેલ હોસ્પિટલ તથા (૩૫) કોઠારીયા મેઈનરોડ પર લોટસ અને (૩૬) નક્ષકિરણ (૩૭) રણછોડનગરમાં રાજેશ ગાંધી અને (૩૮) ડો.રાજુ સાગર એમ કૂલ ૩૮ હોસ્પિટલોને નોટિસ અપાી છે.
ઉપરાંત રેલનગર, દોઢસો ફૂટ રીંગરોડ નારાયણનગર, ગોંડલરોડ સહિતના વિસ્તારમાં ૧૯ બાંધકામ સાઈટ્સમાં પણ મચ્છરો ઉત્પતિ મળી આવી હતી જેમને નોટિસ આપીને માત્ર ચાર્જ વસુલાયો છે. મનપાની આ કામગીરીથી બેદરકારી દૂર થતી નથી, કારણ કે વર્ષોથી છજા, પંખીકુંજ, ભંગાર વગેરેમાં પાણી ન ભરાય તેવી સાવચેતી રાખવા સૂચના અપાતી રહે છે ત્યારે મ્યુનિ.કમિશનરે હવે અમદાવાદની જેમ ખાસ કરીને આવી બાંધકામ સાઈટ્સને સીલ કરવાની જરૂર છે અને દંડની રકમ વધારવાની જરૂર છે.