Get The App

રાજકોટમાં રેપિડ ટેસ્ટનું માંડ આવેલું મુહૂર્ત પણ પાછું ઠેલાયું

Updated: Apr 22nd, 2020

GS TEAM


Google News
Google News
રાજકોટમાં રેપિડ ટેસ્ટનું માંડ આવેલું મુહૂર્ત પણ પાછું ઠેલાયું 1 - image

રાજકોટ, તા. 21 એપ્રીલ 2020, બુધવાર

કોરોના પરીક્ષણ માટેની કીટો અપૂરતી હોવાથી અને રિઝલ્ટ આવતા વાર લાગતી હોવાથી રેપિડ એન્ટી બોડી બેઝડ બ્લડ ટેસ્ટ શરૂ થવાના હતા, રાજકોટમાં એની કિટ્સ પણ આવી ગઈ છે પરંતુ હવે ફરી એ ટેસ્ટ વિલંબમાં પડે એમ લાગી રહ્યું છે.

રાજકોટ શહેર માટે 600 અને જિલ્લા માટે 600 કીટ આવી ગઈ તેને ત્રણ દિવસ વીતી ગયા બાદ આજે મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું હતું કે આવતીકાલ - તા. 22થી રેપિડ ટેસ્ટ શરૂ કરી દેવાશે. જો કે, એની ગણતરીની કલાકો બાદ જાણવા મળતી વિગત મુજબ આઈ.સી.એમ.આર. દ્વારા જ હવે જણાવાયું છે કે હમણાં એ પરીક્ષણ શરૂ ન કરવા રાજસ્થાનમાં રેપિડ ટેસ્ટ વિફળ રહ્યા છે અને રીઝલટ ભૂલ ભરેલા હોવાની ફરીયાદો ઉઠી છે તેના કારણે હાલ રૂક જાવ કહી દેવાયાનું મનાય છે. આમ, બુધવારથી રાજકોટમાં રેપિડ ટેસ્ટ શરૂ થાય છે કે કેમ એ હવે નિશ્ચિત નથી.
Tags :