Get The App

આરએમએસ હોસ્પિ.ના ટ્રસ્ટીની હત્યા કરનાર શખ્સની આખરે ધરપકડ

Updated: Oct 26th, 2024

GS TEAM


Google News
Google News
આરએમએસ હોસ્પિ.ના ટ્રસ્ટીની હત્યા કરનાર શખ્સની આખરે ધરપકડ 1 - image


- હત્યારાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરશે     

- ટ્રસ્ટી હોસ્પિટલથી બેઠક પતાવી ભીમનાથ ગામે ઘરે જતા હતા ત્યારે ગામના જ શખ્સે તેમનું ઢીમ ઢાળી દીધું હતું

ભાવનગર : પાંચ દિવસ પૂર્વે બરવાળાના ભીમનાથ મૂળ વાતની અને અમદાવાદ ખાતે રહેતા અને ધંધૂકા આર એમ એસ હોસ્પિટલના ટ્રસ્ટી આજે ધંધૂકા હોસ્પિટલ ખાતે મિટિંગ પતાવી ભીમનાથ  પોતાના ઘરે જતા હતા તેવામાં ઘર નજીક ઉભેલા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હત્યારો ઝેરી દવા ગટગટાવી પોલીસ જાપ્તા હેઠળ હોસ્પિટલે ખસેડયો હતો.આ બનાવ સંદર્ભે હત્યારાને હોસ્પિટલમાંથી ડીસચાર્જ મળતા પોલીસે ધરપકડ કરી છે.

આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ બરવાળાના ભીમનાથનાં મૂળ વતની અને અમદાવાદ ખાતે રહેતા અને ધંધૂકા આર એમ એસ હોસ્પિટલના ટ્રસ્ટી ,અમદાવાદના બિલ્ડરની સાથો સાથ પાટીદાર આગેવાન ધરમશીભાઈ મોરડીયા (ઉ.વ.૮૩) ધંધૂકા હોસ્પિટલ ખાતે મિટિંગ પતાવી ભીમનાથ ખાતે આવેલા રહેણાક પર જતા હતા.અને ઘર નજીક પહોંચ્યા ત્યારે ભીમનાથ ગામનો કલ્પેશ મેર નામના શખ્સે ધરમશીભાઈ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાં બાદ હત્યારો કલ્પેશ મેર પોતાના ઘરના ધાબા પર જઈને ઝેરી દવા ગગટાવી લીધી હતી.દરમિયાનમાં પોલીસે ઝડપી હોસ્પિટલે ખસેયો હતો હાલ અલ્પેશ મેર હોસ્પિટલમાં નજર કેદ કર્યો હતો આ બનાવ સંદર્ભે ત્યારે કલ્પેશ મેરને હસ્પિટલમાથી મળતા કલ્પેશ પોલીસે ધરપકડ કરી છે અને હાલ હત્યારો પોલીસ કસ્ટડીમાં છે.તેમજ આવતી કાલે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ બોટાદ ડીવાયએસપી મહષ રાવલે જણાવ્યું હતું.

Tags :