સૌરાષ્ટ્રના રેલવેની ઐતિહાસિક ઘટના, પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેનનું પરિવહન થયું
રાજકોટ, તા. 11 જુન 2020, ગુરુવાર
સૌરાષ્ટ્રના રેલવેના ઇતિહાસમાં આજે એક નવી સિદ્ધિ નું છોગુ ઉમેરાયું છે. આજે પહેલી વાર સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક ટ્રેનનું પરિવહન સુરેન્દ્રનગર થી બોટાદ સુધીનું થયું હતું. પહેલી ગુડઝ ટ્રેન ચાલી હતી. રેલવે એ દેશના રેલ નેટવર્ક ને ઇલેક્ટ્રિફિકેશન થી જોડવા એક રોડ મેપ બનાવી કામ શરૂ કર્યું છે.
રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં આ કામ ચાલુ છે દરમિયાન બોટાદ સુધી આ કાર્ય પૂરું થતા આજે સુરેન્દ્રનગર થી બોટાદ સુધી સવારે 10.30 કલાકે પહેલી ટ્રેન રવાના થઈ હતી. સફળતા પૂર્વક આ પરિવહનનું સંચાલન કરાયું હતું. હાલ લોકડાઉન હોય ગુડઝ ટ્રેન ચલાવવામાં આવી હતી. બોટાદ થી પીપાવાવ પોર્ટ સુધીનું કામ ચાલી રહ્યું છે જે નવેમ્બરના અંત તક પૂરું થાય તેવો અંદાજ છે.