હજીરા ઘોઘા રો રો ફેરી સેવા ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થશે
ભાવનગર, તા. 26 ઓક્ટોબર 2020 સોમવાર
ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હજીરા-ઘોઘા રો-રો ફેરી સેવા ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થશે.
સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે ખુશીનો સમય આવી રહ્યો છે. હાલ રોડ દ્વારા જતાં થોડી લાંબી મુસાફરી કરવી પડે છે. ત્યારે આ સેવા શરૂ થતાં પરિવાહનના સમયમાં ઘટાડો થશે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે ફરી એક વખત રોપેક્ષ સેવાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. સુરત ખાતે હિરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ઘણા સૌરાષ્ટ્રના વેપારીઓ જોડાયાં છે. ઘોઘા-હજીરા વચ્ચેની રોપેક્ષ સેવાને લઇને પેસેન્જર, વાહનોના દર કંપનીએ નક્કી કરી દીધા છે. રોપેક્ષ સેવાથી ઘોઘાથી હજીરા 4 કલાકમાં પહોંચી જવાશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા શરૂ કરવાને લઇને જાણકારી આપી હતી. આમ હવે ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ટૂંક સમયમાં શરૂ થાય તેવી સંભાવના છે.