Get The App

સગર્ભાને કલેક્ટરે અમદાવાદથી રાજસ્થાન મોકલી પરિવાર સાથે મિલન કરાવ્યું

- રાજસ્થાનના ધોલપુર જિલ્લા કલેક્ટરે ખાસ વાહન મોકલી મહિલાને ઘરે પહોંચાડી

- સંવેદનાને કોઈ સરહદ નથી નડતી... ‘વંદના, એ સંવેદનાને...’

Updated: May 16th, 2020

GS TEAM

Google News
Google News
સગર્ભાને કલેક્ટરે અમદાવાદથી રાજસ્થાન મોકલી પરિવાર સાથે મિલન કરાવ્યું 1 - image

અમદાવાદ, તા. 16 મે 2020, શનિવાર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી પ્રીતિબેન કુશવા સગર્ભા છે. તેમને આઠ માસનો ગર્ભ છે..આમ તો તેમના પતિ કડીયાકામ કરે છે પરંતુ લોકડાઉન અમલમાં આવ્યું તેના બે દિવસ પહેલા જ રાજસ્થાન ગયા હતા અને ત્યાં અટવાઈ પડ્યા છે. પરિવારથી વિખુટા પડી ગયેલા પ્રિતીબેનને પતિ પાસે જવું હતું.

જિલ્લા કલેક્ટરને આ માહિતી મળતા જ સત્વરે રાજસ્થાનના ધોલપુરના કલેક્ટરનો સંપર્ક કરીને પ્રિતીબેનને સત્વરે આગ્રાની ટ્રેનમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી, ટ્રેન દ્વારા પ્રિતીબેનને રાજસ્થાન પોતાના ગામ મોકલવામાં આવ્યા છે... રાજસ્થાનના ધોલપુરના કલેક્ટરે આગ્રાથી એમ્બ્યુલન્સ દ્વારા પ્રિતીબેનને તેમના ઘરે પહોંચાડ્યા છે.

કોરોનાના કહેર વચ્ચે વહીવટી તંત્રની સંવેદનાના પગલે અનેક પરિવારોને સુખ, સંતોષ અને આનંદની લાગણી થાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પુરુ પાડ્યું છે.