સતત છઠ્ઠા દિવસે તાપમાન ઉંચકાયું: શહેરનું મહત્તમ તાપમાન 28ને પાર, ઠંડીમાં ઘટાડો
- રાત્રે ઠંડીનો ચમકારોનો અનુભવાયો
ભાવનગર,03 ફેબ્રુઆરી 2020 સોમવાર
ભાવનગર શહેરમાં સતત છઠ્ઠા દિવસે તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં રાહત મળી હતી. રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધતા લઘુતમ તાપમાન થોડું નીચું ઉતર્યું હતું.
જાન્યુઆરી માસના અંતિમ ચરણમાં ઠંડીમાં થયેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. ૨૯મી જાન્યુઆરીએ મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી હતું. તે વધીને ૨૮ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવા છતાં ઠંડીનું જોર નબળું પડવાને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં જ તાપમાન એક ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જો કે, રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ થોડું વધુ અનુભવાયું હતું. જેથી લઘુતમ તાપમાન ૧૪.૫માંથી ઘટીને ૧૪.૨ ડિગ્રી થઈ ગયું હતું. ચાલુ સપ્તાહના મધ્ય સુધી રાત્રે ઠંડીનો ચમકારો રહેશે. ત્યારબાદ લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળશે. જ્યારે મહત્તમ તાપમાન ૨૭ થી ૨૮ ડિગ્રી વચ્ચે રહેશે તેવું હવામાન વિભાગે સાત દિવસનું પૂર્વાનુમાન લગાવ્યું છે.