ભડિયાદપીરના ધાર્મિક નિશાનોનું આગમન થતા ઠેર-ઠેર સ્વાગત કરાયું
- કોરોનાના કારણે ઉર્ષનો કાર્યક્રમ મોકુફ રખાયો
- ધૂમ દાદા ધૂમ બુખારીના નારાઓથી વાતાવરણ મહેંકી ઉઠયું હતું
ધંધુકા, તા.20 ફેબ્રુઆરી 2021, શનિવાર
અમદાવાદ જિલ્લાના ભાલ પંથકના રૂહાની પેશ્વા અને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક ભડિયાદ પીર શહિદ હજરત મહેમુદ શાહ ખુખારી દાદા (ર.અ.)નો વાષક ઊર્સમેળો હાલની કોરોના મહામારીના કારણે દરગાહ કમિટિ દ્વારા મોકુફ રાખવામાં આવેલ છે ત્યારે પગપાળા મેદનીનું આયોજન પણ સેન્ટ્રલ મેદની કમિટી દ્વારા કરવામાં આવેલ નથી.
ઘણા અકીદતમંદો શ્રદ્ધાળુઓ ચાલતા અમદાવાદથી ધોળકા તરફ રવાના થયેલ.તેમને પોલીસ અને આગેવાનોએ સમજાવી પરત ઘરે રવાના કર્યા છે. અમદાવાદના જમાલ પુરથી બુખારી દાદાના નિશાનો લઈને નિશાનદારો ગુરૂવારે ભડીયાદ જવાના રવાના થયા હતા આ િાનશાનો ગઈકાલે પરોઢીએ ધોળકા પહોંચી લીલજપુર ખાતે પીર સૈયદ નજરમુદીન બાવા (ર.અ.)ની દરગાહ ખાતે રોકાણ કરેલ ે શુક્રવારે સવારે ૧૦ વાગ્યે લીલેજપુરથી ધોળખાની હઝરતશાહ બાવા (ર.અ.)ની દરગાહ તરફ જવાના પ્રસ્થાન કરેલ ધોળકા નગરમાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓએ દાદાના નિશાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ધૂમ દાદા ધૂમ બુખારીના નારાઓથી વાતાવરણ મહેંકી ઉઠયું હતું. ધોળકા બજાર સહિતના વિસ્તારોમાં ફરી દાદાના પરંપરાગત નિશાનો હજરતશાહ બાવાની દરગાહ ખાતે પહોંચ્યા હતા.ત્યાં આ નિશાનોનું શુક્રવારે રોકાણ કરી ત્યારબાદ શનિવારે સવારે ધોળકાથી દાદાના નિશાનો ભડીયાદ તરફ જવાના રવાના થયા હતા. ધોળકા ટાઉન પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.