રો-રો ફેરી સર્વિસમાં ઓવરલોડ વાહનોની જોખમી હેરફેર સામે તંત્ર જાગ્યું
- ઘોઘા હજીરા વચ્ચે ચાલતી ઘોઘાની
- વધુ પડતા ઓવરલોડ વાહનોની હેરફેરથી અનિચ્છનીય બનાવની સંભાવના : આરટીઓ તંત્રનું ચેકીંગ
ભાવનગર ઘોઘા બંદરથી હજીરા સુરત વચ્ચે રો રો ફેરી સેવા કાર્યરત છે અત્રેની કચેરીને મળેલ માહિતી અન્વયે રો રો ફેરી દરમ્યાન વપરાશમાં લેવાતા જહાજોમાં માલવાહન વાહનો જેવા કે ડેમ્પર તથા બસોની પણ હેરાફેરી થતી હોય છે આ હેરાફેરી અલંગ, ભાવનગર ખાતેથી હજીરા, સુરત જતાં તેમજ પરત આવતા જહાજોમાં પરીવહન થતાં વાહનમાં જે માલ લોડ અનલોડ થાય છે તે માલવાહક ટ્રકમાં ટ્રકની ભારવહન ક્ષમતા કરતાં વધુ માલ ભરી ઓવરલોડીંગ ટ્રકની હેરાફેરી થતી હોવાની રજૂઆત મળેલ છે. જે અન્વયે અત્રેની કચેરીના મોટર વાહન નિરીક્ષક દ્વારા ઓવરલોડીંગ બાબતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે.
ભાવનગર ઘોઘા બંદરથી હજીરા, સુરત વચ્ચે રો-રો ફેરી સેવા દરમ્યાન આવા વધુ પડતા ઓવરલોડીંગને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જહાજમાં વાહનની ભારવહન ક્ષમતા જેટલા વજનનો માલ ભરેલ હોય તેવી જ ટ્રકની હેરાફેરી થાય તે મુજબની તકેદારી રાખવા તથા મોટરવાહન કાયદા, સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ તથા ગુજરાત મોટર વ્હીકલ નિયમોનું પાલન કરાવવું જરૂરી જણાયું છે.
આર.ટી.ઓ.એ ઓવર લોડ પ્રશ્ને રો-રોના મેનેજરને પત્ર લખ્યો
ઓવરલોડ વાહનોની જોખમી હેરફેરથી રો રો ફેરીનું જહાજ પણ મધ દરિયે મુશ્કેલીમાં મુકાય જાય તેવી ઘટના ન ઘટે તે હેતુ હકિકત સામે આવતા આર.ટી.ઓ. દ્વારા આ મુદ્દે સજાગતા રાખી યોગ્ય પગલા આપવા સહિતની બાબતોને લઈ રો રો ફેરી સર્વિસના મેનેજર ડી.જી.સી. કનેકટને પત્ર લખી જાણ કરાય છે.