Get The App

વિદ્યાર્થીની પર દુષ્કર્મના મામલે શખસ રિમાન્ડ પર

- ઉત્તરપ્રદેશના શખસે ફેસબુક મારફતે વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવી હતી

- મિત્રતાનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ ગુજારી શખસે ફોટા વાયરલ કર્યા હતાં

Updated: Dec 9th, 2019

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થીની પર દુષ્કર્મના મામલે શખસ રિમાન્ડ પર 1 - image


ભાવનગર, 09 ડીસેમ્બર 2019 સોમવાર

ભાવનગર શહેરની વિદ્યાર્થીની સાથે સોશિયલ મીડિયા ફેસબુક મારફતે ઉત્તરપ્રદેશના શખસે મિત્રતા કેળવી ભાવનગર તેને મળવા આવી મિત્રતાનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ કરી ફોટા વાયરલ કરી દેતા ફરિયાદ નોંધાવા પામી હતી જેના પગલે પોલીસે શખસની ધરપકડ કરી લીધા બાદ આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મુળ રાજસ્થાન રાજ્યની વતની અને હાલ વિદ્યાનગરમાં રહી અભ્યાસ કરતી ૨૨ વર્ષીય વિદ્યાર્થીનીએ ઘોઘારોડ પોલીસ મથકમાં વિકાશ ઉર્ફે આદિત્ય રામસેવકસિંગ યાદવ (ઉ.વ.૨૩, રે.નગલા કલુબા, જિ.એટા, રા.ઉત્તરપ્રદેશ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત શખસે તેણીને ફેસબુક પર રિકવેસ્ટ મોકલી ફેસબુક ફ્રેન્ડ બની તેની સાથે મિત્રતા કેળવી હતી દરમિયાન ઉત્તરપ્રદેશથી ભાવનગર ગત તા.૨૩ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બરના સમયગાળા દરમિયાન મિત્રતાના નાતે મળવા આવી શહેરના જવાહર મેદાનના ઝાડી-ઝાંખરામાં લઇ જઇ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બાદમાં ધાક-ધમકી આપી તેણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતાં.

ઉક્ત ફરિયાદ અનુસંધાને ઘોઘારોડ પોલીસે આઇપીસી ૩૭૬, ૩૨૩, ૫૦૬(૨), એક્ટ્રોસિટી એક્ટ તેમજ આઇ.ટી. એક્ટ તળે ગુનો દાખલ કર્યો હતો.ઉક્ત ફરિયાદ અનુસંધાને ઘોઘારોડ પો.સ્ટે.ના પી.આઇ. સોલંકી સહિતના સ્ટાફે ઉત્તરપ્રદેશના શખસની મોબાઇલ લોકેશન આધારે પગેરૂ મેળવી ગઇકાલે રવિવારે ધરપકડ કરી લીધી હતી. દરમિયાન આજે શખસને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું ઘોઘારોડ પોલીસ મથકથી જાણવા મળ્યું હતું.

Tags :