Get The App

ધો. 10 અને 12 ની પરીક્ષા 5 માર્ચથી લેવાશે, કાર્યક્રમ જાહેર

- તારીખોની અટકળોનો અંત

- પરીક્ષાના આવેદન પત્રો લેઈટ ફી સાથે ભરવાના અંતિમ તબક્કો પૂર્ણ થતા પહેલા ટાઈમટેબલ આપી દેવાયુ

Updated: Dec 31st, 2019

GS TEAM

Google News
Google News
ધો. 10 અને 12 ની પરીક્ષા 5 માર્ચથી લેવાશે, કાર્યક્રમ જાહેર 1 - image


ભાવનગર,31 ડીસેમ્બર 2019 મંગળવાર

શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે અને માર્ચની પાંચ તારીખની પરીક્ષા જાહેર કરાઈ છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ આવી જતા તારીખની અટકળોનો અંત આવ્યો હતો. 

બોર્ડની પરીક્ષાના આવેદન પત્રો ભરવા માટે લેઈટ ફી સાથેની મુદતનો ત્રીજો તબક્કો પૂર્ણ થવામાં છે. ત્યારે બોર્ડ પરીક્ષાની તારીખ ૫ માર્ચ નિશ્ચિત કરાઈ છે અને વિધિવત કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ધો. ૧૦ માટે ૧૦થી ૧.૧૫ની એક સેશનમાં તા. ૫ના રોજ પ્રથમ ભાષા, તા. ૭ના રોજ વિજ્ઞાાન, તા. ૧૧ના રોજ ગણિત, તા. ૧૩ના રોજ સામાજિક વિજ્ઞાાન, તા. ૧૪ના રોજ ગુજરાતી દ્વિતિયભાષા, તા. ૧૬ના રોજ અંગ્રેજી દ્વિતીયભાષા, તા. ૧૭ના રોજ દ્વિતિય ભાષાનું પેપર લેવાશે. તો ધો. ૧૨માં ૧૦.૩૦ થી ૧.૪૫ અને ૩થી ૬.૧૫ની બે સેશનમાં ક્રમશઃ તા. ૫ના રોજ સહકાર પંચાયત અને નામાના મુળતતત્વો, તા. ૬ના રોજ ઈતિહાસ અને આંકડાશાસ્ત્ર, તા. ૭ના રોજ કૃષિ, ગૃહજીવન અને તત્ત્વજ્ઞાન, તા. ૧૧ના રોજ બીજી સેશનમાં અર્થશાસ્ત્ર, તા. ૧૨ના રોજ સેક્રેટરીયલ પ્રેકટીસ, વાણીજ્ય વ્યવહાર અને ભુગોળ, તા. ૧૩ના રોજ સામાજિક વિજ્ઞાન અને વાણીજ્ય વ્યવહાર, તા. ૧૪ના રોજ બીજી સેશનમાં મનોવિજ્ઞાન, તા. ૧૬ના રોજ સંગીત અને પ્રથમ ભાષા, તા. ૧૭ બીજી સેશનમાં હિન્દી, દ્વિતીય, તા. ૧૮ના રોજ બીજી સેશનમાં ગુજરાતી, અંગ્રેજી દ્વિતિય, તા. ૧૯ના રોજ ચિત્રકામ અને કોમ્પ્યુટર તા. ૨૦ની બીજી સેશનમાં સંસ્કૃત તા. ૨૧ના રોજ રાજ્ય શાસ્ત્ર અને સમાજ શાસ્ત્રીય પરીક્ષા લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Tags :