તળાજાની તળાજી નદીકાંઠે વારાહી માઁના બેસણાં, માતાજીની મૂર્તિનું તેજ અલૌકિક
- પૂજારીની હાંકલ બાદ માતાજી હાથસણીથી ખભે બેસી આવ્યા હતા
- ચારેય નવરાત્રિની નોમમાં માતાજીનો હવન, વૈશાખ વદ-૭ના દિવસે પાટોત્સવની થતી ઉજવણી
આદ્યશક્તિની આરાધનાના મહા અવસર શારદિય નવરાત્રિનો ધર્મમય માહોલમાં આરંભ થયો છે. સંતો અને શૂરાની ભૂમિ ગોહિલવાડમાં અનેક ઐતિહાસિક અને સુપ્રસિધ્ધ શક્તિપીઠો આવેલા છે. ગોહિલવાડની ભૂમિ પર ચારેય દિશામાં માતાજીના બેસણાંના કારણે અનેક હોનારતની ઘાત લોકોના માથેથી ટળી છે. નવલા નોરતાનો આરંભ થયો છે, ત્યારે પ્રસિધ્ધ માંઈ મંદિરોની વાત કરીએ તો તળાજા શહેરના તળાજી નદીકાંઠે વારાહી માઁ દાયકાઓથી બિરાજમાન છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ સમાના પારાશર ગૌત્ર કુટુંબના કુળદેવી વારાહી માતાજીના તળાજી નદીકાંઠે સ્થાપન સાથે એક લોકવાયકાનો ઈતિહાસ જોડાયેલો છે. મંદિરના સંચાલકે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વારાહી માતાનું મંદિર હાથસણી ગામ નજીક હતું. પરંતુ તે સ્થળ શેત્રુંજી ડેમના સ્કેચમેન્ટ એરિયામાં આવતું હોવાથી સરકારે મંદિરનું અન્ય સ્થળે કરવા જણાવ્યું હતું. જેથી માતાજીનું સ્થાપન તળાજી નદીએ કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. નિર્ણય બાદ એક વ્યક્તિ માતાજી (પ્રતિમા)ને લેવા હાથસણી ગામે ગયા હતા. પરંતુ તેમનાથી તસુભાર પણ પ્રતિમા હલી ન હતી. ત્યારબાદ ખોડિયાર માતાજીના પૂજારી વ્યાસબાપુએ હાથસણી જઈ માતાજીને પ્રાર્થના કરી સાથે આવવા હાંકલ કરતા માતાજી તેમના ખભે બેસી તળાજા આવ્યા હતા. માતાજીને તળાજા લાવવામાં આવ્યા બાદ ૧૯૬૧માં મંદિરનું નિર્માણ કરાયું હતું. અહીં ચારેય નવરાત્રિની નોમમાં માતાજીનો હવન અને વૈશાખ વદ-૭ના રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વારાહી માતા પારાશર ગૌત ઉપરાંત અનેક જ્ઞાાતિ-પરિવારના કુળદેવી છે. દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓ માટે હવન, રહેવા-જમવાની સગવડ પણ છે. નવરાત્રિમાં દરમિયાન માંઈભક્તોની ભીડ વધુ જોવા મળે છે.
વિષ્ણુના પ્રથમ વારાહ અવતારની શક્તિ એટલે વારાહી માતાજી
મંદિરમાં સેવાપૂજા કરતા સેવકે માતાજીના પ્રાગટય વિશે માહિતી આપી હતી કે, હિરણાંક નામનો રાક્ષસ પૃથ્વીને પાતાળમાં લઈ જતાં વિષ્ણુ ભગવાને પૃથ્વીને પાતાળ લોકમાંથી પાછી લાવવા વારાહ (ભુંડ જેવા મુખ સાથે)નો અવતાર લઈ હિરણાંકને હરાવ્યો હતો. વિષ્ણુ ભગવાનના પ્રથમ વારાહ અવતારની શક્તિ એટલે વારાહી માતા. વારાહી માતાજીને વેરાઈ માવિષ્ણુના પ્રથમ વારાહ અવતારની શક્તિ એટલે વારાહી માતા.