Get The App

સિહોરના સોગઠ સીમાડે દીપડો પાંજરે પુરાયો

- સતત પાંચ દિવસની સઘન કવાયત બાદ

- છેલ્લા ચાર-પાંચ દિવસથી માનવ વસ્તીવાળા વિસ્તારમાં આટાફેરા વધ્યા હતા

Updated: May 28th, 2020

GS TEAM

Google News
Google News
સિહોરના સોગઠ સીમાડે દીપડો પાંજરે પુરાયો 1 - image


સિહોર, તા.27 મે 2020, બુધવાર

સિહોર તાલુકાના છેવાડાના વિસ્તારમાં રાની પશુઓના આટાફેરા કાયમી બન્યાં છે અને છેલ્લા થોડા દિવસોથી દીપડાએ માનવ વસ્તી નજીક દેખા દેતા વન વિભાગે સતર્કતા વર્તી સોનગઢ ગામ નજીક ખુલ્લા વિસ્તારમાં પાંજરૂ ગોઠવ્યું હતું જ્યાં રાત્રિના સમયે દીપડો આવી ચડી પાંજરે પુરાયો હતો.

મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ડુંગરાળ અને દરિયાઇ પટ્ટ વિસ્તારમાં દીપડાની આવન-જાવન અવાર નવાર વર્તાય છે અને આવી જ પરિસ્થિતિ સિહોર તાલુકાની પણ છે. સિહોર તાલુકાના તરશીંગડા, કરકોલીયા, સોનગઢ નજીકના વિસ્તારોમાં દીપડાના આટાફેરા છેલ્લા લાંબા સમયથી વધ્યા છે અને હાલ છેલ્લા ચાર-પાંચ દિવસથી દીપડો માનવ વસ્તીવાળા વિસ્તારમાં આવી ચડવાના બનાવો પણ બનતા વન વિભાગે દીપડો કોઇ જાનહાની કરે તે પહેલા તેને પકડી પાડવા સોનગઢ ગામે સમજુભા હેમભા ગોહિલની વાડી નજીક પાંજરૂ ગોઠવી દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. જ્યારે રાત્રિના સમયે આ દીપડો આવી ચડતા અને પાંજરામાં ખોરાકની લાલચે ઘુસતા શટર પડી ગયું હતું અને આ દીપડો કોઇ જાનહાની કરે તે પહેલા જ પુરાયો હતો. વન વિભાગે આ દીપડાને એનીમલ સેન્ટર ખાતે ખસેડયો હતો અને વિસ્તારના લોકોએ પણ રાહતનો દમ લીધો હતો.

Tags :