Get The App

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોનીને કોરોના

- રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવતા કોરોના હોવાનું બહાર આવ્યું

- હોમ કવોરન્ટાઇન રહીને ફરજ બજાવશે

Updated: Aug 28th, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોનીને કોરોના 1 - image

રાજકોટ, તા.28 ઓગષ્ટ 2020, શુક્રવાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન કોરોનાનો સંક્રમણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. 5 દિવસ પહેલા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નીતિન પેથાણીને કોરોના ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ બીજા જ દિવસે બે ડ્યુટી રજીસ્ટર સહિત 4 કર્મચારીઓને કોરોના જાહેર થયો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવતા કુલ 30 કર્મચારીઓ કોરોના ગ્રસ્ત જાહેર થયા હતા. જેમાં આજે યુનિવર્સિટીના રજીસ્ટાર જતીન સોનીને પણ કોરોના ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કોરોનાની મહામારી ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. યુનિવર્સિટીમાં તમામ ભવનોમાં શિક્ષણકાર્ય અત્યારે બંધ છે પરંતુ અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓની પરીક્ષા જુદા- જુદા 136 કેન્દ્રો ઉપર ચાલી રહી છે. કોરોનાની મહામારીને કારણે આ પરીક્ષા 10 દિવસ પાછળ લઈ જવાની રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ લાંબા સમયથી પેન્ડિંગ પરીક્ષા પાછળ લઈ જવાથી વિદ્યાર્થીઓને બહુ ફાયદો નથી તેમ જણાવી યુનિવર્સિટી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન કોરોનાથી સંક્રમિત કર્મચારીઓને ઘરે રહીને વર્ક ફ્રોમ હોમ આપવામા આવ્યુ છે. તેમજ 50% કર્મચારીઓથી કામગીરી ચલાવીને અત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં બહારના લોકો માટે પ્રવેશ બંધી ફરમાવી દેવામાં આવી છે. 

યુનિવર્સિટીના રજીસ્ટાર જતીન સોનીના જણાવ્યા અનુસાર, અત્યારે રેપિડ ટેસ્ટ દરમ્યાન કોરોના પોઝિટિવ જાહેર થયો હોવાથી તેઓ પણ ઘરે રહીને કામગીરી કરશે.

કોરોના ગ્રસ્ત રજીસ્ટાર જતીન સોની અગાઉ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક તરીકે ફરજ બજાવતા હતા. તેઓની થોડા સમય પહેલા રજ્જીસ્ટાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. યુનિવર્સિટીન કુલપતિ અને રજીસ્ટાર સહિતના અનેક કર્મચારીઓ કોરોના પોઝીટીવ થતા ખળભળાટ મચી ગયો છે.

Tags :