Get The App

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમપી.એડ. ભવનના વિદ્યાર્થીઓના પ્રશ્ન કુલપતિની ચેમ્બરમાં ધરણાં દેખાવો અને સૂત્રોચ્ચાર

- એમપી.એડ. વિદ્યાર્થીઓના પ્રશ્ને આપવામાં આવેલ આવેદનપન પછી પણ કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા વિદ્યાર્થી કાર્યકરો દ્વારા ઉગ્ર રજૂઆતો

Updated: Jul 8th, 2020

GS TEAM

Google News
Google News

રાજકોટ, તા. 08 જુલાઈ 2020, બુધવાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમપી એડ ના વિદ્યાર્થીઓ ના જુદા જુદા પ્રશ્નો અંગે લાંબા સમયથી કોઈ ઉકેલનહીં આવતા આજરોજ વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા કુલપતિની ચેમ્બરમાં ધરણાં કરવામાં આવ્યા હતા તેમણે દેખાવો અને સૂત્રોચ્ચાર બાદ પીએફ ભવનના જવાબદાર શિક્ષકો સામે પગલાં લેવાની માગણી કરવામાં આવતા છેલ્લે આગામી ત્રણ દિવસમાં યુનિવર્સિટી દ્વારા આ પ્રકરણમાં અસરકારક પગલાં લેવામાં આવ આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા ગઈકાલે પીએચડીની પ્રવેશ પરીક્ષા માં થયેલ ગેરરીતિના મુદ્દે આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી જેમાં જવાબદાર સામે પગલાં લેવા જણાવાયું દરમિયાન આજે 05:00 વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા એમપી ભગવાનના અધ્યાપકોની મનમાની સામે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

આ મુદ્દે વિદ્યાર્થી કાર્યકરો દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતીકે ભવનમાં અધ્યાપકોની જીવનમાં છે તે તાત્કાલિક બંધ કરવી જોઈએ તેમ જ જવાબદાર શિક્ષકો સામે પગલાં લેવા જોઈએ અલબત્ત આ મુદ્દે વિદ્યાર્થી કાર્યકરોને સચોટ જવાબ નહીં મળતા તેઓએ કુલપતિની ચેમ્બરમાં ધરણાં શરૂ કર્યા હતા રામદેવ બોલાવવાનું શરૂ કર્યું હતું તેમજ ઉગ્ર રજૂઆત કરી જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ તેવી ચિમકી આપવામાં આવતા છે કે વિદ્યાર્થી કાર્યકરોને ત્રણ દિવસમાં આ પ્રકરણમાં પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.

Tags :