S.O.S. સ્કુલની હોસ્ટેલમાં ધો.11ના છાત્રનો આપઘાત
પડધરીના ખંભાળા નજીક આવેલી
જસદણનાં શિક્ષક દંપતિના પુત્રએ કયા કારણોસર પગલું ભરી લીધું તે અંગે રહસ્ય
રાજકોટ: પડધરી તાલુકાના ખંભાળા ગામ પાસે આવેલી એસ.ઓ.એસ. સ્કુલની હોસ્ટેલમાં રહી ધો.૧૧માં અભ્યાસ કરતા રીધમ સુરેશભાઈ રોજાસરા (ઉં.વ.૧૬)એ આજે હોસ્ટેલમાં પોતાના કૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં કલ્પાંત સર્જાયો છે.
પડધરી પોલીસે જણાવ્યું કે મુળ જસદણનો રીધમ ખંભાળા ગામ પાસે આવેલી એસ.ઓ.એસ. સ્કૂલમાં ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તેના માતા-પિતા શિક્ષક છે. આજે બપોરે સ્કુલની રીસેસ પડતા છાત્રો સ્કુલ અને આજુબાજુ તેમજ પોતાના કૂમે ગયા હતા.
જ્યારે રીધમ પણ પોતાના કૂમમાં ગયો હતો. રીસેસ પુરી થયા બાદ છાત્રો પરત પોતાના ક્લાસમાં જતા રહ્યા હતા. પરંતુ રીધમ કૂમે જ રોકાયો હતો. સ્કુલમાં તેની ગેરહાજરી દેખતા શાળાના કર્મીઓ તેના કૂમે તપાસ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેનો કૂમનો દરવાજો બંધ હોય તોડીને જોતા તે બારીના એંગલ સાથે ટુવાલ બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકો મળી આવતા તત્કાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
જાણ થતાં પડધરી પોલીસના જમાદાર પુનીતભાઈ અગ્રાવતે રાજકોટ પહોંચી જકૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈમાં મોટો હતો. આપઘાત પાછળના કારણ અંગે પરીવારજનો અજાણ હોવાનું કહેતા પોલીસે વધુ તપાસ જારી રાખી છે.