રાજકોટ, તા. 15 માર્ચ 2019, શુક્રવાર
પાટીદાર અનામત આંદોલન સમિતિ છોડી ભાજપમાં આવેલા રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, મેં ભાજપમાંથી માનસિક રાજીનામું તો પહેલા જ આપી દીધું હતું જ્યારે આજે ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. તેમજ વધુમાં તેમણે કહ્યું કે, હું હાર્દિક પટેલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરીશ અને હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લશે ત્યાં પ્રચારમાં જઇશ.
ભાજપનો ખેસ ઉતારતા જણાવ્યું કે, મેં ભાજપ અધ્યક્ષને પત્ર લખી સત્તાવારરીતે ભાજપમાંથી રાજીનામું આપી રહી છું. ઉપલેટાને મારું ચૂંટણી સેન્ટર બનાવ્યું છે. હું પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશ. તેમજ મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચોને પત્ર લખ્યો છે. મેં સપરંચ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. તેમજ તેમણે કહ્યું કે, જો અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું થશે તો હું માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભાની ચૂંટણી સાથે લડીશ.
તેમજ તેણે લલિત વસોયાને વિનંતી કરી હતી કે, જો ભાજપને હરાવવું છે તો એક થઇને લડવું પડશે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ જ કરાવે છે. માટે હું ભાજપનો સાથ છોડી રહી છું. હું હાર્દિક પટેલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરીશ અને હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લશે ત્યાં પ્રચારમાં જઇશ.


