Get The App

મોરબીના વિધર્મી યુવાન દ્વારા તરૃણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ

Updated: Apr 16th, 2023

GS TEAM


Google News
Google News
મોરબીના વિધર્મી યુવાન દ્વારા તરૃણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ 1 - image


તરૃણીએ પરિવારને આપવિતી કહેતાં અંતે નોંધાવાઈ ફરિયાદ

તરૃણીની બહેનોને ઉપાડી જવાની તથા 'મારા માણસોને લઈને ઘરે આવીશ અને જોઈ લઈશતેવી ધમકી આપી કૃત્ય

મોરબી :  મોરબીના વિધર્મી યુવાન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરીને અન્ય સ્થળે લઈને જઈને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જે બનાવ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરા દુષ્કર્મનો ભોગ બની બનતા ભોગ બનનારની માતાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે સગીરા અભ્યાસ માટે શાળાએ જતી હતી ત્યારે મોરબીના વિસીપરામાં રહેતો બિલાલ આદમ માણેક (ઉ.વ.૨૨) નામનો શખ્સ આંટાફેરા કરતો હતો અને સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી પોતાના વિસીપરામાં આવેલ મકાને લઇ ગયો હતો, જ્યાં સગીરાની બહેન અને પિતરાઈ બહેનને ઉપાડી જવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું અને ચાર વર્ષના સમયગાળા દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું તેમજ 'મારા માણસો લઈને ઘરે આવીશ અને જોઈ લઈશ' તેવી ધમકી આપવામાં આવી હતી.

આ બનાવ મામલે આખરે સગીરાએ પરિવારને સમગ્ર આપવિતી વર્ણવી હતી અને પરિવારે સાંત્વના પાઠવી હતી તેમજ ભોગ બનનારની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાને ફોસલાવી ધમકી આપી દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :