Get The App

કુંભારવાડામાં લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ ઉભો કરતા શખ્સ સામે ગુનો નોંધાયો

Updated: Nov 3rd, 2021


Google NewsGoogle News
કુંભારવાડામાં લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ ઉભો કરતા શખ્સ સામે ગુનો નોંધાયો 1 - image


- ફટાકડાના સ્ટોલમાં ગઈકાલે સમી સાંજે આગ ભભુકતા લોકોના ટોળા ઉમટયા હતા

- જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ઉલ્લઘન સબબ પોલીસ કાર્યવાહી : શખ્સની અટક

ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે સમીસાંજના સુમારે ફટાકડાના સ્ટોલમાં આગ ભભુકી ઉઠી હતી. જેને લઈ લોકોના ટોળા ઉમટી પડયા હતા. જ્યારે પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા શખ્સે લાઈસન્સ લીધા વિના જિલ્લા કલેક્ટરના જાહેરનામાનુ ઉલ્લઘન કરી ફટાકડાનો સ્ટોલ ઉભો કર્યો હોવાનુ સામે આવતા ફરિયાદ દાખલ કરી શખ્સની અટકાયત કરી લીધી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષર પાર્ક રોડ, સાઈનાથ ગાર્ડન રેસ્ટોરંટની બાજુમાં ફટાકડાના સ્ટોલમાં ગઈકાલે મંગળવારે સમીસાંજના સુમારે એકાએક આગ ભભુકી ઉઠી હતી. આગજનીના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડયા હતા. અને લોકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી એનકેન પ્રકારે આગને કાબુમાં લીધી હતી.

દરમિયાન પેટ્રોલીંગમાં રહેલ બોરતળાવ પોલીસને જાણ થતા પીએસઆઈ ચૌધરી સહીતનો સ્ટાફ ઘટના સ્થળ દોડી ગયો હતો. અને ફટાકડાનો સ્ટોલ ઉભો કરનાર વેપારી નરેશ ધીરૂભાઈ મકવાણા (ઉ.વ. ૨૫ રે, ગીરનાર સોસા. મફતનગર, નારી રોડ, કુંભારવાડા) પાસે સ્ટોલનુ લાઈસન્સ માંગતા તેની પાસે ન હોવાનુ જણાઈ આવતા પોલીસે હાલ દિવાળીના તહેવારો અનુસંધાનેભાવનગર જિલ્લા કલેક્ટરનુ જાહેરનામુ અમલી હોય જેથી જાહેરનામાનુ ઉલ્લઘન અને વગર લાઈસન્સે ફટાકડાનો સ્ટોલ ઉભો કરી ફટાકડા રાખવા સબબ અટકાયત કરી લઈ તેના વિરૂધ્ધ પીએસઆઈ એ. એફ. ચૌધરીએ ફરિયાદ આપતા બોરતળાવ પોલીસે આઈપીસી. ૨૮૫, ૨૮૬ તેમજ જીપી એક્ટ ૧૩૧ મુજબ ગુનો દાખલ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી.


Google NewsGoogle News