For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકોટના સિક્યુરિટી ગાર્ડને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ

Updated: Mar 17th, 2023

Article Content Image

1.50 લાખ ઉછીના આપ્યા બાદ પરત આપ્યા ન હતા

એક વર્ષની સજા ઉપરાંત વળતર પેટે 1.65 લાખ પણ ચુકવવા હુકમ

જૂનાગઢ: જૂનાગઢની યુવતીએ સિક્યુરિટી ગાર્ડને ઉછીની આપેલી ૧.૫૦ લાખની રકમ ન ચૂકવતા નેગોશિયેબલ ઇન્સ્ટ્મેન્ટ એકટ હેઠળ થયેલ કેસમાં કોર્ટે રાજકોટના સિક્યુરિટી ગાર્ડને એક વર્ષની સાદી કેદની સજા અને ૧. ૬૫ લાખની વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

જુનાગઢ તળાવ દરવાજા યશ કમલ એપાર્ટમેન્ટમાં રહેતા અને જોબ વર્ક કરતા શૈલી વિપિનચંદ્ર બાટવીયા રાજકોટ ખાનગી બેંકમાં અવારનવાર જતા હોય ત્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અજય પરમાર સાથે  પરિચયમાં આવ્યા હતા. અજય પરમારે શૈલીબેન પાસે ૧.૫૦ લાખની રકમ ઉછીના માંગ્યા હતા. ૨૮ નવેમ્બર ૨૦૧૮ના તેઓએ અજયને ૧.૫૦ લાખની રકમ આપી હતી. તેના બદલામાં સિક્યુરિટી ગાર્ડ અજય પરમારે ચેક આપ્યો હતો. ચેક રિટર્ન થતા ૧૩ ડિસેમ્બર ૨૦૧૮ના અજય પરમાર સામે નેગોશીયેબલ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.આ  કેસ આજે જૂનાગઢ કોર્ટમાં ચાલી જતા એડવોકેટ વાય. એમ. ઠાકોરની દલીલના આધારે જૂનાગઢના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એ.શેખે અજય પરમારને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને વળતર પેટે ૧.૬૫ લાખની રકમ ચુકવવા હુકમ કર્યો હતો.

Gujarat