Get The App

રાજકોટમાં આઠ સ્થળે જુગારના દરોડા, 51 પત્તાપ્રેમી ઝડપાયા

Updated: Sep 6th, 2023

GS TEAM


Google News
Google News
રાજકોટમાં આઠ સ્થળે જુગારના દરોડા, 51 પત્તાપ્રેમી ઝડપાયા 1 - image


શ્રાવણીયા જુગારની મોસમ ખીલી

ગંગોત્રી પાર્ક રોડ, શ્યામલ વર્ટીકસ, કોઠારીયા રોડ, જુના મહિકા રોડ, આંબેડકરનગર અને મોરબી રોડ પર દરોડા ઃ રૂા. ૧.૫૬ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ: રાજકોટમાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે. છેલ્લા ૨૪ કલાકમાં પોલીસે ગંગોત્રીપાર્ક રોડ, શ્યામલ વર્ટીકસ, કોઠારીયા રોડ, મહિકા રોડ, ગોંડલ રોડ પર આંબેડકનગર અને મોરબી રોડ પર આઠ સ્થળે દરોડા પાડી જુગાર રમતા ૫૧ પત્તા પ્રેમીને રૂા. ૧.૫૬ લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં.

ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર પામયુનિવર્સ એપાર્ટમેન્ટમાં બી-૨માં ફલેટ નં. ૧૧૦૨માં રહેતાં મેઘનાબેન ભવાનભાઈ લીખીયા (ઉ.વ.૪૩) ના ફલેટમાંથી ગાંધીગ્રામ-૨ પોલીસે જુગાર રમતાં મેઘનાબેન ઉપરાંત કાશ્મિરાબેન ભરતભાઈ આનંદપરા રમાબેન અશોકભાઈ કોઠડીયા, રિન્કુબેન તુષારભાઈ કાંજીયા, વેદિકાબેન કમલભાઈ ઠાકાર, અશોક મનજીભાઈ કોઠડીયા અને તુષાર જેન્તીભાઈ કાંજીયાને રૂા. ૨૬,૧૫૦ના મુદામાલ સાથે પકડી લીધા હતાં.

બીજા દરોડામાં સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વર્ટીકસ એ-વિંગમાં ફલેટ નં. ૫૦૩માં દરોડો પાડી ગાંધીગ્રામ-૨ પોલીસે જુગાર રમતાં જયેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી, રાજેશ મનસુખભાઈ ભીમજીયાણી, બીરેન રતીલાલ વાછાણી, ચેતન મહેન્દ્રભાઈ જોબનપુત્રા, પંકજ અશોકભાઈ ઘઘડા અને પુનીત પ્રવિણભાઈ જોષીને રૂા. ૨૫,૯૬૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.

ત્રીજા દરોડામાં કોઠારીયા ગામે જીવનકિરણ સોસાયટી શેરી નં. ૧માં રહેતા કેશવ મેણંદભાઈ પરમાર (ઉ.વ.૪૨) ના મકાનમાંથી આજીડેમ પોલીસે જુગાર રમતા કેશવ ઉપરાંત પ્રફુલ પરબતભાઈ દાફડા, મહેશ વીરજીભાી બગડા, ચંદ્રેશ હમીરભાઈ બગડા, અજય શૈલેષભાઈ મુછડીયા, મનોજ લક્ષ્મણભાઈ પરમાર, હાર્દિક શંકરભાી સોહલીયા, વિશાલ દિનેશભાઈ ટાંક અને મહેન્દ્ર ભાણજીભાઈ જોગેલને રૂા ૧૯,૮૫૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં.

ચોથા દરોડામાં જુના મહિકારોડ પર ગોકુલ પાર્ક પાસે માધવ વાટીકા શેરી નં. ૩માં રહેતાં જીતુ ગાંડુભાઈ સાસકીયા (ઉ.વ.૩૮)ના મકાનમાંથી આજીડેમ પોલીસે જુગાર રમતા જીતુ ઉપરાંત જગદીશ બાઘાભાઈ ચીરોડીયા, વાજસુર કાનાભાઈ સાકરીયા, મહેશ દિનેશભાઈ ત્રિવેદી, આકાશ અવિનાશભાઈ ચૌધરી, પરેશ બીપીનભાઈ ભંડેરી, દિનેશ મેરામભાઈ ગાબુ, શીતલબેન જીતુ સાસકીયા અને સોનલબેન વાજસુર સાકરીયાને રૂા ૪૬,૭૯૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.

પાંચમાં દરોડામાં ગોંડલ રોડ પર આંબેડકરનગર શેરી નં. ૧૩માં જુગાર રમતાં મુકેશ ગોરાભાઈ રાઠોડ, સુજલ હર્ષદભાઈ ખીમસુરીયા, જગદીશ ચુનીભાઈ ચૌહાણ અને સાહીલ કિશોરભાઈ સાગઠીયાને રૂા ૧૦,૨૦૦ની રોકડ સાથે માલવીયાનગર પોલીસે પકડી લીધા હતાં.

છઠ્ઠા દરોડામાં ગોંડલ રોડ પર આંબેડકરનગર શેરી નં. ૫માં સરકારી સ્કુલ પાસે જુગાર રમતા રમેશ રાઘવભાઈ ચુડાસમા, નરેન્દ્ર ગોપાલભાઈ ચાવડા, સંજય કેશુભાઈ બગડા અને ભરત ઉર્ફે ગુટુ કાનજીભાઈ મકવાણાને રૂા ૧૦,૪૦૦ની રોકડ સાથે માલવીયાનગર પોલીસે પકડી લીધા હતાં. 

સાતમાં દરોડામાં આંબેડકનગર શેરી નં. ૩ માં જુગાર રમતાં આશીષ ઈશ્વરભાી પરમાર, દેવજી ઉર્ફે મીથુન વાલાભાઈ મુછડીયા, પુંજા હરજીભાઈ જાદવ, કિરણ કનુભાઈ ચાવડા, સરતાજ હુશેનભાઈ સોલંકી અને સંજય બાબુભાઈ પરમારને રૂા ૧૧,૭૦૦ની રોકડ સાથે માલવીયાનગર પોલીસે પકડી લીધા હતાં.

આઠમાં દરોડામાં મોરબી રોડ પર જય જવાન જયકિશાન સોસાયટી નજીક જુગાર રમતાં રમેશ રવજી મંડળી, ચીરાગ ઉર્ફે ઘુઘી દેવશી ગોહેલ, મુકેશ હિરા અઘારા, યુવરાજ કાળુ કરપડા, વજુ ઉર્ફે લાલો હિન્દુ બાંભવા અને સિધ્ધરાજસિંહ મુળરાજસિંહ જાડેજાને રૂા ૫૨૨૦ની રોકડ ાસથે બી.ડીવીઝન પોલીસે પકડી લીધા હતાં.

Tags :