Get The App

દિપાવલી પર્વે બજારોમાં ધૂમ ગીર્દી વચ્ચે પોલીસનો પહેરો

Updated: Nov 4th, 2021

GS TEAM


Google News
Google News
દિપાવલી પર્વે બજારોમાં ધૂમ ગીર્દી વચ્ચે પોલીસનો પહેરો 1 - image


- આવારા તત્વોને નાથવા ભાવનગર પોલીસ તંત્ર એલર્ટ

- મુખ્ય બજારમાં સાદા વેશમાં પોલીસ ગોઠવાઈ : લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને સ્થાનિક પોલીસ બદોબસ્તમાં


ભાવનગર : દિપાવલીના મહાપર્વની ઉજવણીને લઇ શહેરની મુખ્ય બજારોમાં ધુમ ગીર્દી જોવા મળી હતી જેને લઇ આવારા તત્વોને નાથવા પોલીસ તંત્રએ એલર્ટ બની પહેરો ભર્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને સ્થાનિક પોલીસ બદોબસ્તમાં જોડાયા હતાં.

ભારત દેશમાં મહાપર્વ દિવાળીની ઉજવણીનો ઉમંગ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે દિવાળીના આગલા દિવસ દરમિયાન શહેરભરના મુખ્ય માર્ગો અને મુખ્ય બજારો ઉપર લોકોની ખાસ્સી ભીડ ઉમટી પડી હતી. છેલ્લા દિવસોમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં પણ આનંદની લાગણી છવાઇ હતી ત્યારે લોકોની ભીડ વચ્ચે ખીસ્સા કાતરૂ અને આવારા તત્વો તકનો લાભ ન ઉઠાવે તે માટે ભાવનગર પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. શહેરની મુખ્ય બજારોમાં ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને સ્થાનિક પોલીસના જવાનો સાદા વેશમાં ગોઠવાયા હતાં.

શહેરના એમ.જી. રોડ, ખારગેટ, હલુરીયા, હાઇકોર્ટ રોડ, મોતીબાગ, તળાવ સહિતના વિસ્તારોના માર્ગો પોલીસે બેરીકેટ બાંધી બંધ કર્યાં હતાં. જ્યારે જિલ્લા કલેક્ટરના જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરાવવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અને બ્રીગેડના જવાનોએ ટ્રાફિક વ્યવસ્થા અને વાહન પાર્કિંગની તકેદારીઓ સંભાળી હતી. જ્યારે પોલીસ ડિવીઝનના અધિકારીઓ, કર્મચારીઓએ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જ્યારે એસ.પી.ની સુચના તળે શહેરભરમાં નાઇટ પેટ્રોલીંગ સખ્ત રીતે પોલીસે હાથ ધર્યું હતું તેમજ શહેરને જોડતા માર્ગો પર પોલીસે વોચ ગોઠવી હતી.

Tags :