ભાવનગર: કુખ્યાત ઉબેદના ફિલ્મી ઢબે સ્વાગત પર પોલીસની કાર્યવાહી
ભાવનગર, તા. 31 ઓગસ્ટ 2018, શુક્રવાર
બોલીવુડની ફિલ્મોમાં કોઇ ગેંગસ્ટ જેલમાંથી મુક્ત થાય અને તેના વિસ્તારમાં ગેગસ્ટરનું સ્વાગત કરવામાં આવે તેવો જ માહોલ આજે ભાવનગર શહેરમાં સર્જાયો હતો પરંતુ આવું કંઇ બને તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી સ્વાગત માટે લગાવાયેલા બેનર અને શણાગાર દુર કર્યો છે.
ભાવનગરના કુખ્યાત ઉબેદના કોર્ટે જામીન આપતા તેના સ્વાગત માટે તેના ઘર તરફની રસ્તા પર સ્વાગતની કમાન અને વેલકમના બેનર લાગ્યા હતા. શહેરના દિવાનપરા, હલુરિયા ચોકથી ઉબેદના ઘર સુધી સ્વાગત માટે કમાન તેમજ લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું હતુ. પરંતુ પોલીસને આ બાબતની જાણ થતા આ બેનરો અને કમાન દૂર કરવામાં આવી હતી.

આ સિવાય આ વિસ્તારમાં ઉબેદના સ્વાગત માટે ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં રોશનીથી શણગારાયો હતો પરંતુ આ મામલે પોલીસે બેનરો, કમાન અને રોશની હટાવી હતી.