Get The App

ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ. 93 એ આંબવા આવ્યા

- રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલ-ડીઝલના ભાવ ભાવનગરમાં હોવાની ચર્ચા : આશરે રૂ. 2.50 થી રૂ. 3નો ભાવ વધારો

- કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના પગલે લોકોના બજેટ ખોરવાયા

Updated: May 25th, 2021

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ. 93 એ આંબવા આવ્યા 1 - image


ભાવનગર : રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલ-ડીઝલના ભાવ ભાવનગરમાં હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો હોય તેમ ભાવ સતત વધી રહ્યા છે અને હાલ લીટરના ભાવ રૂ. ૯૩એ આંબવા આવ્યા છે. છેલ્લા થોડા દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે રૂ. ર.પ૦ થી ૩નો વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને અચ્છેદિનની વાતો કરતી ભાજપ સરકાર સામે લોકો આક્રોશ વ્યકત કરી રહ્યા છે. સત્તામાં ન હતી ત્યારે ભાજપના જ અગ્રણીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કકળાટ કરતા હતા પરંતુ હવે ભાજપ સત્તામાં હોવાથી અગ્રણીઓએ મૌન ધારણ કરી લીધુ છે. 

કોરોના મહામારી વચ્ચે છેલ્લા થોડા દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ થોડા થોડા વધી રહ્યા છે તેથી હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવનગર સહિત દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ઉચ્ચસપાટીએ જોવા મળી રહ્યા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમયથી ઉચ્ચસપાટીએ છે પરંતુ છેલ્લા થોડા દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી રહ્યા છે તેથી લોકોની સ્થિતી કફોડી થઈ છે. ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ૧પ-ર૦ દિવસમાં આશરે રૂ. ર.પ૦ થી રૂ. ૩નો ભાવ વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મંગળવારે ભાવનગરમાં પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૯ર.૦૯ અને ડીઝલના લીટરના ભાવ રૂ. ૯ર.૪૧ની ઉચ્ચસપાટીએ પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ જ હતા તેથી લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. 

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોના બજેટ ખોરવાય ગયા છે અને લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી સમયે અચ્છે દિનની વાતો કરવામાં આવતી હતી પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકોના બુરી દિન શરૂ થયા હોય તેમ જણાય રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે અન્ય જીવન જરૂરી ચીજવસ્તુ પણ મોંઘી થવાની શકયતા છે તેથી હજુ લોકોની મૂશ્કેલી વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે. હાલ મોંઘવારીના કારણે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી લોકોની હાલત છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે લોકોને રાહત આપવી જરૂરી બની રહે છે. પેટ્રોલ-ડીઝલમાં આટલી ઉચ્ચ સપાટીએ કદાચ પહેલીવાર પહોંચ્યા હોેવાનુ સાંભળવા મળી રહ્યુ છે ત્યારે સરકારે લોકહિતમાં ભાવ ઘટાડો કરવો જરૂરી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા સૌથી વધુ ટેકસ પેટ્રોલ-ડીઝલ પર લેવામાં આવી રહ્યો છે તેથી ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ટેકસથી સરકારી તીજોરી ભરાતી હોય છે તેથી તેનો જીએસટીમાં પણ સમાવેશ કરવામાં આવતો નથી. પેટ્રોલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરવા વારંવાર વિરોધ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે પરંતુ સરકારની આવક ઘટી જાય તેમ હોય તેથી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવે તો ભાવ ઘટવાની પણ શકયતા છે તેમ જાણકારોમાં ચર્ચાય રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધવાની શકયતા છે તેથી લોકોની ચિંતા વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ રૂ. ૯૩એ આંબવા આવ્યા છે અને આમને આમ ભાવ વધારો શરૂ રહેશે તો રૂ. ૧૦૦એ પહોંચી જશે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. 

પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૯ર.૦૯ અને ડીઝલના ૯ર.૪૧ની ઉચ્ચસપાટીએ પહોંચતા લોકોમાં કકળાટ 

પ્રથમવાર પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધતા કચવાટ 

ભાવનગરમાં પ્રથમવાર પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધી જતા લોકો કચવાટ કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખાસ ફેર નહી રહેતા લોકોની મુંઝવણ વધી છે અને લોકો સરકાર સામે રોષ ઠાલવતા નજરે પડી રહ્યા છે. કેટલાક વર્ષોથી પૂર્વે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો તફાવત જોવા મળતો હતો. પેટ્રોલના ભાવ વધુ હતા અને ડીઝલના ભાવમાં રૂ. ૭ થી ૮નો તફાવત જોવા મળતો હતો તેથી લોકો ડીઝલવાળી ગાડી લેવાનુ પસંદ કરતા હતા પરંતુ હાલ ડીઝલના ભાવ વધી જતા લોકોની સ્થિતી કફોડી થઈ છે. હાલ પેટ્રોલ- ડીઝલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા વાહન ચાલકોના ખીસ્સા ખાલી થઈ રહ્યા છે ત્યારે સરકારે મોટી મોટી વાતો કરવાના બદલે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી લોકહિતમાં પગલા લેવા જરૂરી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા કેટલોક વર્ગ સાયકલ ચલાવવા મજબુર બન્યો હોવાની ચર્ચા છે.  

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોના પાકીટ ખાલી થવા લાગ્યા 

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને હાલ ભાવ ઉચ્ચસપાટીએ પહોંચી ગયા છે તેથી લોકોના પાકીટ ખાલી થવા લાગ્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. કોરોના મહામારી બાદ મંદી અને મોંઘવારીમાં વધારો થયો છે તેથી લોકોની મૂશ્કેલી વધી છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાએ લોકોની મૂશ્કેલીમાં વધુ વધારો કર્યો છે તેથી લોકો સરકાર સામે રોષ વ્યકત કરતા નજરે પડી રહ્યા છે. મંદી અને મોંઘવારીમાં લોકો ઘરનુ ગુજરાન માંડ માંડ ચલાવે છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા હજુ મોંઘવારી વધશે તેમ જણાય રહ્યુ છે. જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ સતત વધી રહ્યા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પેટ્રોલ-ડીઝલ હાલ જીવન જરૂરી થઈ ગયા છે અને તેના વગર વાહન ચાલકોને ચાલે તેમ નથી ત્યારે ભાવવધારાથી લોકોમાં દેકારો મચી ગયો છે. આમને આમ પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તો લોકોની હાલત કફોડી થશે તેમ જણાય રહ્યુ છે.  

Tags :