Get The App

ફાયરિંગબટમાંથી વછૂટતી ગોળીઓએ મકાનને વિંધ્યું

- સનસનાટી કરતી છૂટતી ગોળીઓથી રહીશોને ખતરો

- પોલીસ જવાનની રાયફલમાંથી છોડવામાં આવતી ગોળીઓ રહેણાંકી વિસ્તારમાં ઘુસી આવતા દુર્ઘટના સર્જાવવાનો ભય

Updated: Nov 25th, 2019

GS TEAM

Google News
Google News
ફાયરિંગબટમાંથી વછૂટતી ગોળીઓએ મકાનને વિંધ્યું 1 - image


ભાવનગર,25 નવેમ્બર 2019 સોમવાર

શિહોર તાલુકાના ટાણા નજીક આવેલું ફાયરિંગબટ કે જ્યાં પોલીસ જવાનોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. આ ફાયરિંગબટમાં સ્થાનિક લોકો માટે જોખમરૂપ બન્યું છે. ફાયરિંગબટમાંથી સનસનાટી કરતી પોલીસ જવાનોની રાયફલમાંથી વછૂટતી ગોળીઓ રહેણાંકી મકાન સુધી પહોંચતા રહીશોમાં ખતરો ઊભો થયો છે. થોડાં દિવસ પૂર્વે ફાયરિંગ દરમિયાન એક ગોળી ૭૦૦ મીટર દૂર રહેતા એક રહીશના મકાનના છાપરા વિંધી મકાનમાં આવી પહોંચી હતી. સ્વાભાવિક છે કે ગોળીએ છાપરાને વિંધ્યું. એ જ ગોળી રહીશોના વાગી હોત તો અનહોની સર્જાત. ઉક્ત મામલે સાગવાડીના રહીશે સાવચેતી અર્થે રાવ વ્યક્ત કરી છે.

શિહોરના ટાણા નજીક આવેલા આ ફાયરિંગબટમાં જવાનો ફાયરિંગની ટ્રેનિંગ મેળવે છે. ટ્રેનિંગ સમય દરમિયાન ફાયરિંગબટના વિસ્તારોમાં પ્રવેશબંધી ફરમાવી જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. પરંતુ આ જ ફાયરિંગ બટથી ૭૦૦થી ૮૦૦ મીટર સાગવાડી ગામના વાડી વિસ્તારમાં ૩૫ જેટલાં પરીવારો વસવાટ કરી રહ્યાં છે. ફાયરિંગબટમાં સનસનાટી કરતી ગોળીઓ મીસફાયર દરમિયાન રહીશોની વસાહત સુધી પહોંચતા ભારે ફફડાટ ઊભો થવા પામ્યો છે અને માનવ જીંદગી પર ખતરો તોળાતો જોવા મળી રહ્યો છે ત્યારે સાગવાડી ગામના રહીશ નીતિનભાઈ બચુભાઈ સરવૈયાએ શિહોર પોલીસ સમક્ષ રાવ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે, સુરક્ષા કર્મચારીઓની અવારનવાર ફાયરિંગબટ વિસ્તારમાં ફાયરિંગ રાખવામાં આવે છે અને તેની રાઈફલમાંથી વછૂટતી ગોળીઓ આજુબાજુના સીમ વિસ્તારમાં અને રહેણાંકી વિસ્તારમાં આવી રહી છે. મીસફાયરિંગથી નુંકસાન થવાની સંભાવના જણાઈ રહી છે ત્યારે આ ફાયરિંગબટમાં ફાયરિંગ થતું હોય ત્યારે પુરતી તકેદારી રાખવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે. થોડાં દિવસ પૂર્વે ફાયરિંગબટ માંથી વછૂટેલી ગોળી સાગવાડીના નીતિનભાઈના રહેણાંકી મકાનના છાપરાને ભેદી ઘરમાં ઘુસી આવી હતી. જો કે સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી  પરંતુ અનહોની સર્જાતા પણ વાર નથી લાગતી. સાગવાડી વાડી વિસ્તારમાં રહેતા રહીશોના બાળકો ઘર નજીક રમતા હોય છે ત્યારે ન કરે નારાયણને એક ગોળી પણ  ભૂલથી રહીશ તેના બાળક કે માલઢોરને વાગતા દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાય રહી છે ત્યારે તકેદારીરૂપ પગલાં લઈ રહીશો પર તોળાતો ખતરાને ખતમ કરવા એક રાવ ઊઠવા પામી છે.

Tags :