15મી ઓગસ્ટે જિલ્લાની 932 સરકારી શાળામાં વાલી સંમેલન
- પ્રવેશ, શિક્ષણ અને સંસ્કારોનાં સિંચન માટે
- ડ્રોપઆઉટ, સ્વચ્છતા, શાળા શિક્ષણ સહિતની બાબતોને લઈ ચર્ચા યોજી નિર્ણય કરાશે
આગામી ૧૫મી ઓગસ્ટે શાળાનાં શિક્ષણ, વહિવટી કાર્યને વેગવાન અને સુદ્રઢ બનાવવા અને વાલીઓને પણ જાગૃત બનાવવાના ઉદેશ્ય સાથે વાલી સંમેલનનું આયોજન કરવા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર કચેરી દ્વારા પત્ર કરાયો છે જેનો ખર્ચ પણ તંત્ર દ્વારા પાડવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૧-૨૨માં સમાજ જાગૃતિ તથા જન જાગૃતિના સંદર્ભમાં ગામના નાગરિકો, કેળવણીકારો, શાળામાં ભણતા બાળકોના વાલીઓ જેટલા જાગૃત હશે, શાળાના વિકાસમાં જેટલો રસ ધરાવશે તેટલી શાળા વધારે જીવંત તથા સમૃધ્ધ બનશે ઉપરાંત ગામના તમામ બાળકોને શાળામાં શિક્ષણ માટે નિયમિત મોકલશે અને ગુણવત્તાયુક્ત શિક્ષણની અનિવાર્યતા સમજશે. વાલી જાગૃત હશે તો જ બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરશે. આ સંદર્ભમાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ જીબીવીમાં વર્ષ ૨૦૨૧-૨૨માં વાલી સંમેલનનું આયોજન કરવા આથી જણાવવામાં આવે છે. જે મુજબ ભાવનગર જિલ્લાની ૯૩૨ શાળામાં આ સંમેલન યોજાશે. જેમાં સમગ્ર શિક્ષાની અલગ અલગ એક્ટીવીટીની ચર્ચા સાથે શાળામાં શિક્ષણ વેબ સ્કુલ ડેવલોપમેન્ટ પ્લાન પર વિચારણા અન ેચિંતન, શાળા સ્વચ્છતા, ટોયલેટ સ્વચ્છ તેમજ ચોખ્ખું પાણી અંગે ચર્ચા કરાશે, બાળકોના પ્રવેશ નિયમિતતા શિક્ષણની ગુણવત્તા, ૬થી ૧૪ વર્ષની વયજૂથના શાળાના બહારના બાળકોના પ્રવેશ અને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના આયોજન બાબત ટ્રાન્સપોર્ટ તથા એસ્કોર્ટની સગવડતાનું યોગ્ય આયોજન, ડ્રોપ આઉટ અને કન્યા શિક્ષણ, જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ, સ્કુલ ઓફ એક્સીલન્સ કાર્યક્રમ બાબતે પણ ચર્ચા વિચારણા કરાશે. એક વાલી સંમેલનના સરભરા ખર્ચ રૂા. ૨૦૦ અને ડોક્યુમેન્ટેશનના રૂા. ૧૦૦ મંજુર થયેલ છે. જેથી તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા કેજીબીમાં શાળા દીઠ રૂા. ૩૦૦ ખર્ચ કરવાનો રહેશે અને જે વાલી સંમેલન થાય તેની વિગતવાર નોંધ રાખવી અને વિઝીટબુકમાં સહીઓ લેવી તથા ડોક્યુમેન્ટેશન કરાવવા પણ જણાવ્યું છે.