For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સહકારી બેંકોમાં પંચાયતોનાં ખાતાઓ બંધ કરી રાષ્ટ્રીય કૃત બેંકોમાં ખોલાશે

- પંચાયતોમાં નાણાંકીય ગેરરિતીઓ અટકાવવા ગાંધીનગરથી આદેશ

Updated: Nov 24th, 2021

Article Content Image

- હિસાબી શાખામાં એક જ ટેબલ પર ચાર વર્ષથી અને એક જ  સ્થળે દસ વર્ષથી કામ કરનાર કર્મચારીની બદલી કરાશે 

રાજકોટ


રાજયની પંચાયત રાજ સંસ્થાઓમાં છેલ્લા કેટલાક સમયથી નાણાંકીય ગેરરિતીઓ, ઉચાપતનાં કિસ્સાઓ વધી રહયા હોય તેના પર અંકુશ લાવવા ગાંધીનગર પંચાયત વિભાગનાં કમિશનરે દરેક જિલ્લા પંચાયતોને વિવિધ સ્તરે પગલા લેવા આદેશ કર્યો છે તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે જે પંચાયતનાં સહકારી બેન્કોમાં ખાતાઓ હોય તેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે અને તેને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં તબદીલ કરવા કાર્યવાહી કરવામાં આવે. 

વિકાસ કમિશનરે  દરેક ડીડીઓને   પરિપત્ર કરી એવો આદેશ કર્યો છે કે સરકારની પરવાનગી વિના ખાનગી બેંકો અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ખાતા ખોલવામાં આવ્યા હોય તા તે બંધ કરવાનાં રહેશે અને સરકારી નાણાં પીએલઅમાં રાખવા  સૂચના અપાઈ છે. ખાસ કરીને હિસાબી શાખાનાં કર્મચારીઓની ગેરરિતીની ફરિયાદો વધી રહી હોય હિસાબી શાખામાં એક જ ટેબલ પર ચાર વર્ષથી ફરજ બજાવતા હોય અને એક જ સ્થળે દસ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની બદલી કરવાનો આદેશ આપવામાં આવશે. 

પરિપત્રમાં ટીડીઓ - ડીડીઓનું પીએલએ ( પર્સનલ લેજર એકાઉન્ટ )ને તિજોરી કચેરી સાથે સતત મેળવતા રહેવા સૂચનાઓ અપાઈ છે. ટીપીઈઓ નાં  નામે કોઈ ખાતા બેન્કોમાં હોય તો તે ચાલુ રાખવા સરકારની મંજુરી મેળવવાની રહેશે  જો મંજૂરી ન મળે તો બંધ કરી રકમ પીએલએ માં તબદીલ કરવી. દર મહિને પગાર બીલની સાથે પગાર વધ - ધટનું અલયાદુ પત્રક બનાવવાનું રહેશે. જીપીએફ ને લઈને પણ કેટલીક સૂચના અપાઈ છે તેમાં કપાતની લેજરમાં નિયમીત એન્ટ્રી કરવાની અને કેશબુક નિયમીત લખાય તેની ખાતરી અધિકારીએ કરવાની રહેશે. પંચાયતોમાં નાણાંકિય ગેરરિતીઓ પર અંકુશ લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

Gujarat