Get The App

રાજકોટ: સૌરાષ્ટ્ર વિભાગના 81 પૈકી માત્ર ભાદર ડેમમાં નવા નીરની આવક

Updated: Aug 20th, 2021

GS TEAM


Google News
Google News
રાજકોટ: સૌરાષ્ટ્ર વિભાગના 81 પૈકી માત્ર ભાદર ડેમમાં નવા નીરની આવક 1 - image

રાજકોટ,તા 20 ઓગષ્ટ 2021,શુક્રવાર

રાજકોટ જેતપુર તથા ગ્રામ્ય વિસ્તારોને પાણી પુરૂ પાડતા તથા સિંચાઈની સુવિધા આપતા જિલ્લાના સૌથી મોટા ભાદર ડેમમાં ગઈકાલે વરસાદથી 2.20 ફૂટ નવું પાણી આવ્યું છે ભાદર ડેમ વિશાળકાય છે તેથી આ સવા બે ફૂટ નું પાણી એટલે કે 451 એમસીએફટી પાણી આવતા પાણીના પ્રશ્ને રાહત થઇ છે રાજકોટનો આજી ડેમ અડધો ભરાય એટલું પાણી 12 કલાકમાં ભાદર ડેમ આવ્યું છે અને ડેમની સપાટી 19.82 ફૂટે પહોંચી છે અને જળસંગ્રહ 1865 એમસીએફટી થયો છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ખાસ કરીને સેન્ટ્રલ ઝોન વિસ્તારના જુબેલી અને ગુરુકુળ ઝોનમાં પાણી વિતરણ માટે ભાદર ડેમ ઉપર જ આધાર છે.

Tags :