Get The App

ભાવનગરમાં મલ્ટી લેવલ પાર્કીંગ લોકાર્પણ બાદ 2 મહિને ખુલ્લુ મુકાયુ

Updated: Oct 13th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં મલ્ટી લેવલ પાર્કીંગ લોકાર્પણ બાદ 2 મહિને ખુલ્લુ મુકાયુ 1 - image

ભાવનગર, તા. 13 ઓક્ટોબર 2019, રવિવાર

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દોઢ વર્ષથી મલ્ટી લેવલ પાર્કીંગનુ બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ હતી. આ બિલ્ડીંગ મહાપાલિકાની બેદરકારીના કારણે સાત માસ મોડુ બન્યુ છે અને છેલ્લા દોઢ માસથી બિલ્ડીંગ બની ગયુ હતુ છતાં લોકાર્પણ કરવામાં આવતુ ન હતું. લોકાર્પણ થઈ ગયા બાદ પણ બે માસથી પાર્કીંગ સાધારણ સભાની મંજુરી અને જાહેરનામાના વાંકે બંધ હતું. મોડે મોડે પણ આજે રવિવારે પાર્કીંગ ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.

શહેરના ગંગાજળીયા તળાવમાં સિટી બસ સ્ટેન્ડની સામે મહાપાલિકા દ્વારા ટાફીક પ્રશ્નને ધ્યાનમાં રાખી મલ્ટી લેવલ પાર્કીંગ માટે બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. બે માસ પૂર્વે   મલ્ટી લેવલ પાર્કીંગનુ લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યુ હતુ અને લોકાર્પણ થઈ ગયાના બે માસ બાદ આજે રવિવારે મલ્ટીલેવલ પાર્કીંગ વાહન ચાલકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. લોકાર્પણ બાદ સાધારણ સભાની મંજુરી બાકી હતી અને આ ઉપરાંત રોડ પર વાહન પાર્ક નહી કરવાનુ જાહેરનામુ બહાર પાડવાનુ હતુ તેથી પાર્કીંગ ખુલ્લુ મુકવામાં આવતુ ન હતુ તેમ અગાઉ અધિકારીએ જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, આશરે છેલ્લા દોઢ વર્ષથી મલ્ટીલેવલ પાર્કીંગ માટે નવુ બે માળનુ બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યુ હતું. આ બિલ્ડીંગના કામની સમય મર્યાદા ગત જાન્યુઆરી 2019 સુધી હતી પરંતુ મહાપાલિકામાં મોટાભાગના કામ સમય મર્યાદામાં થતા નથી તેની જેમ આ કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થયુ ન હતું. આ કામની સમય મર્યાદા વધારવામાં આવી હતી પરંતુ સમય મર્યાદા વધાર્યા બાદ પણ કામ પૂર્ણ થયુ ન હતું.

મલ્ટી લેવલ પાર્કીંગનુ બિલ્ડીંગ ગત જાન્યુઆરી માસના બદલે ગત જુલાઈ માસમાં તૈયાર થયુ અને ગત ઓગષ્ટ માસમાં લોકાર્પણનુ માંડ મૂર્હત આવ્યુ હતુ પરંતુ પાર્કીગ કરવાની સુવિધા લોકોને મળી શકી ન હતી. પાર્કીંગની સુવિધા લોકોને આજે એટલે કે નવ માસ મોડી મળી છે તેમ કહી શકાય. પાર્કિંગમાં લિફ્ટ અને સીસીટીવી કેમેરા બંધ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બજારમાં વાહન પાર્કીંગનો વિકટ પશ્ન છે ત્યારે વાહન પાર્કીંગ ખુલ્લુ મુકવામાં આવતા વાહન ચાલકોને રાહત થશે તેમ જણાય રહ્યુ છે.
Tags :