જાતિના દાખલા માટે 45 શાળાના એક હજાર વિદ્યાર્થીની અરજી આવી
- શાળા મારફત અરજી ફોર્મ ભરવાનું શરૂ
- જાતિના દાખલા માટે ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે : આગામી દિવસોમાં ધસારો વધશે
શાળાઓ મારફત અગાઉ ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને જાતિના દાખલા કાઢી આપવા કાર્યવાહી કરાતી હતી. જ્યારે નોકરી કે ધો.૧૨ પછીના એડમિશન માટે આ દાખલો મહત્વનો હોય છે. જ્યારે ચાલુ વર્ષથી જાતિના દાખલા માટે ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થી પણ એપ્લાય થઇ શકે છે. જે માટે શાળા મારફત જરૂરી ડોક્યુમેન્ટ સાથે આવેલ અરજી પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. એક તબક્કે અત્યાર સુધીમાં ૪૨ થી ૪૫ શાળાના અંદાજે ૧૦૦૦ વિદ્યાર્થીની અરજી આવી ચુકી છે. જ્યારે ડાયરેક્ટ આવતા ઉમેદવારોમાં મહિને ૨૦૦ થી ૩૦૦ અરજી આવતી હોવાનું જણાયું છે. જો કે, કોઇ સરકારી યોજના આવે અથવા કોઇ ભરતી આવે ત્યારે ઉમેદવારનો ધસારો સ્વાભાવિક વધી જતો હોવાનું જણાયુ છે. જ્યારે ધો.૯ થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તમામ વિદ્યાર્થીને બારકોડવાળા જાતિ પ્રમાણપત્રો આપવાનું નિયત થયું છે ત્યારે આ ધસારો વધવાને સંભવ છે. જ્યારે ડોક્યુમેન્ટમાં ઇ.સ. ૧૯૭૮ પહેલાના પિતા, કાકા, દાદા, મોટાબાપુ, ફઇના શાળા છોડયાના પ્રમાણપત્રની ખરી નકલ માંગવામાં આવે છે જેને લઇ ઘણા ઉમેદવારો કે જેના વાલી અભણ હોય તેવા મુંઝવણમાં મુકાય છે.