Gujarat

7 મીએ બેંકોના ખાનગીકરણનાં મુદ્દે 12 બેંકના કર્મચારીઓ ધરણા ધરશે

By GS Team
1 Dec 20212 mins read
This article was originally published on 1 Dec 2021
7 મીએ બેંકોના ખાનગીકરણનાં મુદ્દે 12 બેંકના કર્મચારીઓ ધરણા ધરશે

- વસુલાતની અડધાથી વધુ રકમની ઉદ્યોગ ગૃહોને રાહત અપાઈ

- આગામી હડતાલમાં ભાવનગરની 120 બ્રાંચનાં 550 કર્મચારી અધિકારી જોડાઈ વિરોધ નોંધાવશે

ભાવનગર : નેશનલાઈઝ બેંકોનું ખાનગીકરણ કરવાની નીતિ સામે બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ વંટોળ ઉભો થયો છે. ત્યારે ભાવનગર બેંક કર્મચારીઓ પણ આ વિરોધમાં સુર પુરાવી આવતી ૭મી તારીખે કોરોનાને ધ્યાને લઈ મર્યાદિત સંખ્યામાં ધરણા યોજવા તૈયાર કરી છે. જેમાં ૧૨ બેંકોનાં કર્મચારી જોડાશે.

સરકાર શિયાળુ સત્રમાં બેંકીંગ રેગ્યુલેશન એક્ટ અને બેંકીંગ કંપનીઝ (એકવીઝન અને ટ્રાન્સફર ઓફ અન્ડરટેકીંગ એક્ટ)માં સુધારો કરવા જઈ રહી છે. સરકારે મોટા ઉદ્યોગ ગૃહોને ૬ માસમાં ૪,૬૮,૦૦૦ કરોડનાં ૧૨ બાકીદારો પાસેથી વસુલીમાં રાહત આપી ફક્ત ૧,૬૧,૮૨૦ કરોડ વસુલી અને ૨,૮૪,૯૮૦ કરોડની રાહત આપી છે. આ વસુલી ફક્ત ૩૬ ટકા છે અને ૬૪ ટકાની બેંકોએ ખોટ સ્વીકારેલ છે.

સરકારે છેલ્લા બે વર્ષમાં ઈન્સોલવન્સી અને રીઝોલ્યુશન એક્ટ હેઠળ રૂા. ૮ લાખ ૬૦ કરોડ માંડવાળ કરેલ ચે અન ેત્યારબાદ પણ ૬ લાખ કરોડની બિનઉત્પાદક અકસ્યામત બેંકોના સરવૈયામાં હજુ પણ બાકી છે. છતાં સરકાર બે બેંકોને ઉદ્યોગપતિઓને હવાલ ેકરવ ાજઈ રહી છે જેનો વ્યાપક વિરોધ કર્મચારીો કરી રહ્યાં છે. 

લડતની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે આગામી તા. ૭ ડીસે.ના રોજ અન્ય જલ્લાની સાથે ભાવનગરમાં બેંક કર્મચારીઓ ધરણાં યોજાશે. જેમાં શહેરની ૧૨ બેંકોનાં ૫૦ની મર્યાદામાં ધરણા યોજાશે. જેની મંજુરી નહીં મળે તો દેખાવો થવાની પણ સંભાવનાં છે. જ્યારે તા. ૧૬-૧૭ ડીસે.નાં રોજ આ લડત વધુ ઉગ્ર બનાવી જિલ્લાની ૧૯૫ બ્રાંચનાં ૫૫૦ કર્મચારી-અધિકારીઓ પણ હડતાલમાં જોડાશે. સરકાર ખાનગીકરણની નીતિમાં આગળ વધશે તો સતત લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.