હિન્દુ નામ ધારણ કરી લગ્નની લાલચ આપી વિધર્મી શખ્સ દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ
જામનગરના શખ્સને પોલીસે ઝડપી લીધો
મોલમાં ખરીદી માટે ગયેલી યુવતીને આરોપી સાથે વાતચીત થયા બાદ સંબંધ બંધાતા બે વર્ષમાં અનેક વખત કૃત્ય આચર્યું
જામનગરમાં રહેતી એક
યુવતીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં
પહોંચી જઈ પોતાની સાથે છેલ્લા બે વર્ષથી હિન્દુ નામ ધારણ કરી સંબંધ રાખી લગ્નની
લાલચે એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ વિધર્મી શખ્સ સામે નોંધાવતાં ભારે
ચકચાર જાગી છે.
જે ફરિયાદના
અનુસંધાને સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. પી. એલ વાઘેલાએ આરોપી
સૈફુલ્લાખાન આરીફખાન હાલાણીની અટકાયત કરી લીધી છે અને તબીબી ચકાસણી હાથ ધરી છે. આ
ઉપરાંત ફરિયાદી યુવતી કે જેની પણ જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરવામાં આવી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર આજથી બે વર્ષ પહેલાં યુવતી કે જેને પોતાના ઘર માટે એર કન્ડિશન મશીન ખરીદ કરવું હોવાથી જામનગરના જ એક મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી, જ્યાં આરોપી સાથે વાતચિત થયા પછી તેની સાથે સંબંધ થયો હતો, અને યુવકે પોતાનું હિન્દુ નામ ધારણ કરી છેલ્લા બે વર્ષથી સંબંધો ચાલુ રાખ્યા હતા અને લગ્નની લાલચે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જાણવા મળ્યું છે.