ભાવનગર: ખોખરાના ડુંગરોમાં સોળે કળાએ ખિલ્યું છે સૌંદર્ય
ભાવનગર, તા. 06 ઓગસ્ટ 2019, મંગળવાર
ભાવનગર જિલ્લામાં દરિયો, નદી, ડુંગર, જંગલ સહિતની તમામ કુદરતી સંપદાઓ છે. જો સૌંદર્ય પાળખતી નજર હોય તો કુદરતે ચોતરફ પોતાની અદ્ભૂત લીલાનો નજારો ઉપલબ્ધ કરાવેલો છે. માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા કે સાપુતારા જેવા હિલસ્ટેશનોમાં જઇ જે સૌંદર્યને માણી શકાય છે તેવા જ હૈયે એ આંખને ટાઢક આપતા દ્રશ્યો અહીં જોવા મળે છે.
વરસાદ થયા બાદ તો ખોખરાના ડુંગરોમાં હરીયાળી ચાદર પથરાઇ જતા આહલાદક વાતાવરણ સર્જાયું છે. માળનાથ, મેલકડી (ધાવડી માતા), મહાદેવગાળો, ત્રાંબક સહિતના સ્થળોએ તો રજાના દિવસોમાં લોકો આ નજારાની મજા માણવા ઉમટી પડે છે.