Get The App

નમો લક્ષ્મી યોજના માટે કન્યાઓના માતાના ખાતા ખોલાવવા જરૂરી

Updated: May 29th, 2024

GS TEAM


Google News
Google News
નમો લક્ષ્મી યોજના માટે કન્યાઓના માતાના ખાતા ખોલાવવા જરૂરી 1 - image


- માતાનું ખાતુ ન ખુલે તો કન્યાના ખાતામાં જમા આપી શકાય

- બેન્ક ખાતા ખોલાવવાની સ્પષ્ટતા ઉપરાંત યોજનાની તારીખ લંબાવવા શૈક્ષિક મહાસંધની રજુઆત

ભાવનગર : સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના ધો. ૯-૧૦ની કન્યાઓ માટે અમલી બનાવાય છે જેમાં તેને મળતી રકમ કન્યાની માતાના ખાતામાં જમા કરવાની જોગવાઈ છે ત્યાર બન્ક એકાઉન્ટ ખોલાવવા થી લઈ રકમ જમા થાય તે પ્રક્રિયામાં ઘણી બાબતોના પ્રશ્નો ઉઠયા છે. ત્યારે યોજના લંબાવવા સહિત કન્યાના એકાઉન્ટમાં રકમ જમા આપવાની માંગણી શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. 

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજનાનો લાભ આપવા શાળામાં અભ્યાસ કતી કન્યાઓના માતાના બેંક એકાઉન્ટ ખોલાવવા તથા તેની વિગતો ઓનલાઈન અપલોડ કરવા સુચના મળેલ છે. પરંતુ કેટલીક બાબતો અડચણરૂપ બનેલ છે. શાળામાં અભ્યાસ કરતી કન્યાના માતાનું ખાતું ખોલાવવાના કિસ્સામાં બેંક ઝીરો બેલેન્સ ખાતુ ખોલશે, તે અંગે કોઈ સ્પષ્ટાત ન હોવાથી વિવિધ પ્રકારના ચાર્જિસ લાગશ ેતેવી અસમંજસ ઉભી થઈ રહી છે.

મોટાભાગે દરેક ઘરમાં માતા પિતાનું સંયુક્ત બેન્ક એકાઉન્ટ હોય છે જેમાં પિતાનું નામ પહેલું હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં પ્રવેશ લે ત્યારે સ્કોલરશીપ મેળવવાના હેતુથી તેઓનું બેન્ક એકાઉન્ટ મહદ અંશે ખોલાવી દેવામાં આવે છે. તો માતા અથવા વિદ્યાર્થીના ખાતામા રકમ જમા આપી શકાય.

શાળામાં ભણતી કન્યાઓની માતા હયાત ન હોય, માતાએ છુટાછેડા લઈ સાથે ન રહેતા હોય, પુત્રી પિતા સાથે રહેતી હોય આવા કિસ્સાઓમાં કન્યાના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થાય તેવી જોગવાઈ થવી જોઈએ. આ પરિસ્થિતિ જોતાં આ સમય મર્યાદા લંબાવવામાં આવે તો વધુ વધુ સફળતા મળી શકે.

ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને રાખતા કોઈ ખાસ સંજોગોમાં અંતિમ તારીખ સુધીમાં કોઈ મજબુરી કે કારણ વશ કન્યાની માતાનું બેંક એકાઉન્ટ ખીલી શકે તો આવી કન્યાઓને આ યોજનાથી વંચિત ન રાખતાં, કન્યાના બેન્ક એકાઉન્ટમાં પણ આ રકમ જમા કરવામાં આવે તે અંગે યોગ્ય નિર્મય કરી ઘટતું કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રજુઆત કરી છે. 

Tags :