mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભાવનગર-બોટાદ જિલ્લાના કુલ 14 તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવ યોજાશે

Updated: Sep 9th, 2023

ભાવનગર-બોટાદ જિલ્લાના કુલ 14 તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવ યોજાશે 1 - image


- આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત

- ભાવનગર શહેરના 120, ગ્રામ્યના 306 અને બોટાદના 102 મળી 528 શક્તિ કેન્દ્રો પર રમતો રમાડાશે

ભાવનગર : સમગ્ર ભાવનગર અને બોટાદ જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૩ નું આયોજન કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને સાંસદ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બે જિલ્લાના કુલ ૧૪ તાલુકામાં ખેલ સ્પર્ધઆ યોજાશે.

ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૯-૩૦ સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના ૧૦ અને બોટાદ જિલ્લાના ૪ તાલુકાઓ મળી કુલ ૧૪ તાલુકાઓમાં ખેલસ્પર્ધાઓ યોજાયા બાદ જિલ્લા કક્ષાની ખેલસ્પર્ધા ભાવનગર ખાતે યોજાશે.

જેમાં તા.૨૧-૨૨, ૯ના શક્તિ કેન્દ્ર સ્પર્ધા, તા.૨૩-૨૪,૯ના રોજ તાલુકા/ઝોન સ્પર્ધા અને તા.૨૯-૩૦,૯ના રોજ જિલ્લા કક્ષાની ખેલ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ, લાંબી કૂદ, ઉંચી કૂદ, ગોળા ફેંક, લીંબુ ચમચી, ખો ખો, શૂટિંગ બોલ, કબ્બડી, વોલીબોલ, રસ્સાખેંચ,  સ્લો સાઇકલ, સંગીત ખુરશી, સિક્કા શોધ સહિતની રમતો રમાડવામાં આવશે.

ભાવનગર શહેરના ૧૨૦, ભાવનગર ગ્રામ્યના ૩૦૬ અને બોટાદના ૧૦૨ મળી કુલ ૫૨૮ શક્તિ કેન્દ્રો ખાતે તા.૨૧-૨૨,૯ના રોજ રમતો રમાડવામાં આવશે અને ત્યારબાદ વિજેતા ટીમને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રમતો રમાડવામાં આવશે. 

આ સાંસદ ખેલ મહોસ્તવમાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ માં ભાગ લઈ શકશે. આ સાંસદ ખેલ મહોત્સવમાં બાળકોથી લઈ વયોવૃદ્ધ પણ જોડાઈ શકે તે પ્રકારની રમતો રમાડવામાં આવનાર છે. જેમાં ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૩૫ વર્ષ, ૩૬ થી ૫૦ વર્ષ અને ૫૧ થી ઉપરની ઉંમરના એમ કુલ ચાર વય ગ્પમાં રમત રમાડવામાં આવશે. રમતમાં વિજેતા થયેલ ખેલાડીઓને મેડલ થી સન્માનિત કરવામાં આવશે.

Gujarat