For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેઘરાજાનો જાદુ ચાલ્યોઃ જામનગરનો પાણી પ્રશ્ન એક જ રાત્રિમાં ઉકેલાયો

Updated: Sep 13th, 2021


- શહેરીજનો ખુશખુશાલ, એક વર્ષ ચાલે તેટલાં પાણીનો સંગ્રહ

- રણજીતસાગર ડેમ ઓવરફ્લો : ઉંડ-૧, આજી-૩ના તમામ પાટિયાં ખોલાયાઃ સસોઈ ડેમમાં પણ ધીંગી આવક

જામનગર : જામનગર શહેરને પાણી પુરૂં પાડતા મુખ્ય ચાર જળાશયોમાં ગઈ રાત્રે પડેલા વરસાદના કારણે માત્ર ચારથી પાંચ કલાકના સમયગાળામાં જ ચિત્ર બદલાયું છે, અને જામનગર શહેરના પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. એક વર્ષ ચાલે તેટલો પાણીનો જથૃથો ઉપલબૃધ થઈ ગયો છે. જેથી શહેરીજનો ખુશખુશાલ થયા છે. એક માત્ર સસોઈ ડેમમાં ધીમીધારે આવક ચાલુ છે અને છલકાવા પર બાકી છે.

 જામનગર શહેરને પાણી પૂરું પાડતો જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ કે જેમાં આજે વહેલી સવારે એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ આવી ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ રણજીતસાગર ડેમ ઓવરફલો થઇ ગયો હતો. એટલું જ માત્ર નહીં ડેમના પાળા ઉપર થી છ ફુટે ઓવરફલો થઇ રહ્યો છે. જેથી શહેરીજનો ખૂબ જ આનંદિત થયા છે.

 જામનગર શહેરને પાણી પૂરું પાડતા ઉંડ-૧ ડેમમાં પણ બહુ મોટી જળરાશી આવી હોવાથી પૂરો ભરાયો છે અને પાણીનું લેવલ જાળવવાના ભાગરૂપે ડેમ ના ૧૭ પાટીયા ખોલવા પડયા છે અને તેમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથૃથો છોડવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આજી-૩ ડેમ કે જેમાં પણ વ્યાપક પ્રમાણમાં પાણી જથૃથો આવ્યો હોવાથી અને હજુ પણ વધુ પાણી આવે તેમ હોવાથી પુરા ભરાયેલા ડેમનું લેવલ જાળવવા માટે ડેમના ૧૨ પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

એકમાત્ર સસોઈડેમ કે જેમાં પાણીની ધીમીધારે આવક ચાલુ છે અને હજુ ઓવરફ્લો થવા માટે ૭ ફૂટ બાકી છે. પરંતુ વરસાદી વાતાવરણ હોવાથી ટૂંક સમયમાં જ નવું પાણી આવતાં સસોઈ ડેમ પણ ઓવરફલો થઇ જાય તેવી આશા સેવાઈ રહી છે.

જામનગર શહેરને પૂરું પાડતા ચારેય જળાશયોમાં પર્યાપ્ત પ્રમાણમાં જળરાશિ એકત્ર થઇ ગઇ હોવાથી એક વર્ષ થી પણ વધુ ચાલી શકે તેટલો પાણીનો જથૃથો સંગ્રહ થઈ જતાં મહાનગર પાલિકાનું તંત્ર પણ ખુશાલ થયું છે અને અિધકારીઓ તથા પદાિધકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

Gujarat