Get The App

ભાવનગર: મોણપર સીમમાંથી મસમોટુ ગાંજાનું વાવેતર ઝડપાયું

Updated: Nov 11th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર: મોણપર સીમમાંથી મસમોટુ ગાંજાનું વાવેતર ઝડપાયું 1 - image

ભાવનગર, તા. 11 નવેમ્બર 2019, સોમવાર

ભાવનગર જીલ્લાના અને મહુવા તાલુકાના મોણપર ગામે આજે રાત્રિના સ્પેશયલ ઓપરેશન ગુ્રપ સહિતના સ્ટાફે રાત્રે વાડી વિસ્તારમાં દરોડો પાડી ગાંજાનું લીલુ વાવેતર ઝડપી પાડી એક શખસની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તંત્રની કાર્યવાહી મોડી રાત સુધી શરૂ રહવા પામી હતી.

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર મહુવા તાલુકાના બગદાણા તાબેના મોણપર ગામે વાડીમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની પૂર્વ બાતમીના આધારે સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે આજે રાત્રિના અરસા દરમિયાન ઓપરેશન હાથ ધરી મોણપર ગામની સીમમાં આવેલ વાડીમાં તપાસ હાથ ધરતા વાડીમાંથી મસમોટુ  લીલા ગાંજાનું વાવેતર મળી આવતા એફ.એસ.એલ.ની ટીમને વાકેફ કરી ચકાસણી હાથ ધરી હતી.

ગાંજાના જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું અને ગાંજાની કિંમત લાખોમાં થતી હોવાનું જાણવા મળ્યું હતું. ઉક્ત ઘટના સંદર્ભે પી.આઈ. બારોટને પૃચ્છા કરતા તેઓએ ઘટનાને સમર્થન આપી કાર્યવાહી શરૂ હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે સોમવારે મોડી રાત્રિ સુધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Tags :