મહુવા સંસ્કૃત સત્રમાં અંતિમ દિવસે વાચસ્પતિ-ભામતી પુરસ્કાર પ્રદાન
કુંઢેલી, તા. 14 સપ્ટેમ્બર 2018, શુક્રવાર
ઋષિપંચમી પર્વેમોરારિબાપુ પ્રેરિત વાચસ્પતિ તથા ભામતી પુરસ્કાર પ્રદાન કરાયા છે. આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, બધા વિજ્ઞાન રામચરિત માનસમાં છે. અહીં સંસ્કૃત સત્રમાં ઋષિવિજ્ઞાાન પર વિધાનો દ્વારા સંગોષ્ઠી યોજાઈ હતી.
સંસ્કૃત સત્ર-૧૮નું બુધવાર તા. ૧૨થી શુક્રવાર તા. ૧૪ થયેલા આયોજનમાં આજે વાચસ્પતિ પુરસ્કાર સંસ્કૃત સાહિત્યના વિદ્વાન મણિભાઈ પ્રજાપતિ (મહેસાણા), તથા ભામતી પુરસ્કાર સંસ્કૃતના વિવિધ ક્ષેત્રના વિદુષી ભારતીબેન કીર્તિભાઈ શેલત (સ્વર્ગસ્થ)ને પ્રદાન કરાયા છે.
જગદગુરૃ આદિશંકરાચાર્ય સંવાદ ગૃહ, કૈલાસ ગુરૃકુળ, મહુવા ખાતે આજે ઋષિ પંચમી પર્વે પુરસ્કાર પ્રદાન કર્યા. આ બધા જ વિજ્ઞાાન રામચરિત માનસમાં રહેલા છે. અલગ અલગ પ્રસંગ અને તેની ચોપાઈના ઉલ્લેખ સાથે તેમાં રહેલા વિજ્ઞાનનીવાત કરી મોરારિબાપુએ સવિશેષ ભાણદેવજી દ્વારા યોગ, અષ્ટાંગયોગ સાથે શિવાલયના વિજ્ઞાનની વાતને બિરદાવી. અહીં આવેલા તમામ વિદ્વાનોને ગ્રંથાગાર સ્વરૃપ ગણાવ્યા. અહીંનો મંચએ સ્વતંત્ર છે અહીં સંવાદ થવો જ જોઈએ, વિવાદને સ્થાન નથી તેમ પણ કહ્યું. પુરસ્કાર પ્રદાન કાર્યક્રમમાં શ્લોકગાન કરાયું હતું.