મહુવાના વેપારી હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ આપશે
- એન્કાઉન્ટરમાં બળાત્કારીઓને ઠાર કરવાની કામગીરી માટે વેપારીએ ઈનામની જાહેરાત કરી
ભાવનગર, 06 ડિસેમ્બર 2019, શુક્રવાર
હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટરનો રેપ કરીને જીવતી સળગાવનારા ચાર હેવાનોનુ હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. હૈદરાબાદ પોલીસની આ કામગીરીથી ખુશ થઈ મહુવાના એક વેપારીએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. મહુવાના રાજભા ગોહીલ નામના વેપારીએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ જાહેર કર્યું છે.
આ રકમ સમગ્ર ગુજરાત જન તરફથી હૈદરાબાદ પોલીસને સોંપવામાં આવશે. આ રકમ હૈદરાબાદ પોલીસ વેલફેરને આપવામાં આવશે. પોલીસની સફળતા અને પોલીસની કામગીરીને વધાવવા માટે આ રકમ આપવામાં આવશે. વેપારીનું કહેવું છે કે, પોલીસે આ કામગીરી કરી દેશની બહેનો દિકરીઓને સમ્માન આપ્યું છે. મને મારા દેશની પોલીસ પર ગર્વ છે અને તેઓ હૈદરાબાદ જઈને આ રકમ આપશે.